મુંબઈ: કોસ્ટલ રોડ માટે ટનલિંગ ઑગસ્ટ મહિનામાં શરૂ થશે

Published: Feb 16, 2020, 08:11 IST | Arita Sarkar | Mumbai

ચીનથી મગાવેલા બોરિંગ મશીન્સ એપ્રિલમાં મુંબઈ પહોંચશે

13,000 કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું પાઇલિંગ
13,000 કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું પાઇલિંગ

૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું પાઇલિંગ અને રેક્લેમેશનનું કામ શરૂ થઈ ગયું છે. એના આગામી પગલામાં દક્ષિણ મુંબઈમાં ૩.૪ મીટર લાંબી અને ૧૨.૨ મીટર વ્યાસ ધરાવતી બે ટનલ બાંધવાનો સમાવેશ છે. ટનલ્સ માટે ખોદકામ ઑગસ્ટ મહિનામાં શરૂ થઈને એકાદ વર્ષમાં પૂરું થનાર હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. દરિયામાં પુલના થાંભલા બાંધવાનું કામ પણ સમાંતર રીતે શરૂ કરવામાં આવશે. 

મહાનગરપાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘ચીનથી આયાત કરવામાં આવેલું ટનલ બોરિંગ મશીન એપ્રિલ મહિનામાં મુંબઈ પહોંચશે. આપણને પ્રોજેક્ટ માટે સૌથી મોટું ટનલ બોરિંગ મશીન પ્રાપ્ત થતાં ખોદકામ ઝડપથી અને અટક્યા વગર સક્ષમ રીતે પૂર્ણ થશે. મશીનને ગોઠવવામાં એકાદ-બે મહિના પસાર થશે, પરંતુ આપણે ખોદકામ શરૂ કરવા માટે ચોમાસાના અંત સુધી રાહ જોવી નહીં પડે. ખોદકામ દક્ષિણ મુંબઈના પ્રિયદર્શિની પાર્કથી શરૂ કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK