Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર

સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર

19 June, 2019 08:53 AM IST |

સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર

સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર

સમગ્ર રાજ્યમાં અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર


વાયુ વાવાઝોડાની અસરથી પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચારેક દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જતાં સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાંછવાયાં ઝાપટાં પડી રહ્યાં છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી વ્યાપી હતી.

રાજ્યભરમાં મેઘરાજાની મહેર વરસી રહી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાંઓમાં પૂર આવ્યાં છે. અમદાવાદમાં કડાકા-ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે. દક્ષિણના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં છે. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે. પવન સાથે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.



આજે સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં એસજી હાઇવે, બોપલ, થલતેજ, ધુમા, સોલા, ચાંદલોડિયા, નરોડા, બાપુનગર, રખિયાલ, પાલડી, નારણપુરા, આંબાવાડી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદ છે. વિરમગામ, માંડલ, નળકાંઠા સહિતના અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. આ ઉપરાંત દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે.


સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ઊના અને ગીરમાં છેલ્લા ૧૨ કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. દીવ અને ગીરગઢડામાં બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. ગીરગઢડાના થોરડી ગામ નજીક શાંગાવાડી નદીમાં પૂર આવતાં લોકો જોવા ઊમટ્યા હતા. ગીર જંગલમાં વધુ વરસાદ હોવાથી નદીઓમાં પૂર આવ્યાં છે. અમરેલીના રાજુલા પંથક અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રાજુલાના જૂની માડરડી, કોટડીમાં, જાફરાબાદના લાર, પીછડીમાં વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો સૌથી ઓછો જૂનાગઢના મેંદરડામાં ૪ એમએમ નોંધાયો હતો.

ગીર સોમનાથમાં ૪ ઇંચ વરસાદ પડ્યો છે. તાલાલા ૩૩ વિસાવદર- ૨૫, વેરાવળ ૨૫, કાલાવડ ૧૭, સુત્રાપાડા ૧૭, વંથલી ૧૪, માળિયા ૧૩, ખાંભા ૧૩, ભેસાણ ૧૨, મેંદરડા ૧૨, કેશોદ ૧૨, કલ્યાણપુર ૧૦, જૂનાગઢ ૯, કુતિયાણા ૮, ગીર સોમનાથ ૮, માણાવદર ૭, ભાણવડ ૬, પોરબંદર ૬, મોરબી ૪, લાલપુર ૩ અને રાણાવાવમાં ૩ એમએમ વરસાદ નોંધાયો છે.


વાયુ વાવાઝોડાને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે વહેલી સવારથી બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ છે. બનાસકાંઠાના પાલનપુર, થરાદ, વાવ, ધાનેરામાં, સાબરકાંઠાના તલોદ, ખેડબ્રહ્મા, હિંમતનગર, પોશીનામાં, પાટણમાં વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આવો છે ચોમાસાના માહોલ, વરસી રહ્યું છે આભ, જુઓ ફોટોઝ

હવામાન સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર ગુજરાતનું વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી વાદળછાયું બની રહેશે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. દ્વારકામાં વરસાદના કારણે દીવાલ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. દ્વારકાના ખંભા‌ળિયાના ધરમપુર વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટનામાં દીવાલ પડતાં માતા અને બાળકી દટાઈ ગયાં હતાં. જોકે બન્નેને રેસ્ક્યુ કરી બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયાં છે.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2019 08:53 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK