મોદી સરકારના ભૂતપૂર્વ આર્થિક સલાહકારનો ઘટસ્ફોટ દેશના GDPના આંકડા ખોટા

Published: Jun 12, 2019, 08:03 IST

તેમના કહેવા પ્રમાણે જીડીપીના ખોટા આંકડા દર્શાવવા પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથ રેટની ખોટી ગણતરી જવાબદાર છે. ઉપરાંત જીડીપીની ગણતરીમાં ૧૭ આર્થિક મુદ્દા મહત્ત્વના હોય છે

અરવિંદ સુબ્રમણ્યમે GDP ખોટો હોવાની આપી ખાતરી
અરવિંદ સુબ્રમણ્યમે GDP ખોટો હોવાની આપી ખાતરી

ભારતમાં નોટબંધી સમયે મોદી  સરકારના આર્થિક સલાહકાર રહી ચૂકેલા અરવિંદ સુબ્રમણ્યમે હાવર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયેલા તેમના રિસર્ચ પેપરમાં એવો ચોંકાવનારો દાવો કર્યો છે કે, દેશના જીડીપીના આંકડા ખોટા છે. જીડીપીના આંકડા બઢાવી ચઢાવીને રજૂ કરાયા છે.

પોતાના રિસર્ચ પેપરમાં સુબ્રમણ્યમે આ માટેના પુરાવા પણ રજૂ કર્યા છે. એક અંગ્રેજી અખબારે આ રિસર્ચ પેપરને ટાંકીને અહેવાલ પ્રગટ કર્યો છે. જેમાં અરવિંદ સુબ્રમણ્યમને ટાંકીને કહેવાયું છે કે, ૨૦૧૧-૧૨ અને ૨૦૧૬-૧૭ દરમિયાન દેશનો જીડીપી એટલે કે આર્થિક વિકાસ દર સાત ટકાની નજીક દર્શાવાયો હતો પણ હકીકત એ છે કે અસલ જીડીપી માત્ર ૪.૫ ટકો હતો.

તેમના કહેવા પ્રમાણે જીડીપીના ખોટા આંકડા દર્શાવવા પાછળનું મુખ્ય કારણ મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ગ્રોથ રેટની ખોટી ગણતરી જવાબદાર છે. ઉપરાંત જીડીપીની ગણતરીમાં ૧૭ આર્થિક મુદ્દા મહત્ત્વના હોય છે, પરંતુ જે ડેટા બેઝના આધારે જીડીપીની ગણતરી કરાઈ છે તેમાં આ મહત્ત્વના મુદ્દાને ગણતરીમાં લેવાયા જ નથી. 

આ પણ વાંચો: સિંહોના સંરક્ષણ માટે ફાળવેલા 350 Cr.ની કામગીરી ઝડપથી પૂરી થશેઃCM રૂપાણી

૨૦૧૬-૧૭માં નૅશનલ સેમ્પસ સર્વે ઑફિસે રજૂ કરેલા આંકડામાં કહેવાયું હતું કે, ડેટાબેઝમાં સામેલ ૩૮ ટકા કંપનીઓ એવી હતી કે જેનુ અસ્તિત્વ જ નહોતું અથવા તો તેમને ખોટી કેટેગરીમાં મૂકવામાં આવી હતી. જીડીપીના આંકડામાં ગરબડ પાછળ આ પણ એક મોટું કારણ રહ્યું હતું.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK