Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન બનવા નરેન્દ્ર મોદી સક્ષમ : સુષમા

વડા પ્રધાન બનવા નરેન્દ્ર મોદી સક્ષમ : સુષમા

02 December, 2012 04:49 AM IST |

વડા પ્રધાન બનવા નરેન્દ્ર મોદી સક્ષમ : સુષમા

વડા પ્રધાન બનવા નરેન્દ્ર મોદી સક્ષમ : સુષમા






બીજેપીનાં સિનિયર નેતા અને લોકસભામાં વિપક્ષનાં નેતા સુષમા સ્વરાજે પણ ગઈ કાલે નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદ માટે ફિટ ગણાવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે ગઈ કાલે વડોદરા આવી પહોંચેલાં સ્વરાજે ઍરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘દેશના વડા પ્રધાન બનવા માટે નરેન્દ્ર મોદી સક્ષમ છે. તેઓ આ પદ માટે ફિટ છે.’ સુષ્મા સ્વરાજે મોડી સાંજે વડોદરામાં સભા સંબોધી હતી.


સ્વરાજે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં સતત ત્રીજી વખત વિધાનસભાની ચૂંટણી જીતીને પાર્ટી હૅટ-ટ્રિક મારશે. એટલું જ નહીં, તેમણે ૨૦૧૪માં યોજાનાર લોકસભાની આગામી ચૂંટણીમાં પણ કૉન્ગ્રેસની હાર થશે એવી આગાહી કરી હતી. અગાઉ અરુણ જેટલી, વેન્કૈયા નાયડુ, બલબીર પુંજ સહિત બીજેપીના ટોચના નેતાઓ વડા પ્રધાનપદ માટે નરેન્દ્ર મોદીને યોગ્ય ગણાવ્યા હતા. થોડા દિવસ પહેલાં જ બીજેપીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સિનિયર વકીલ રામ જેઠમલાણીએ મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની જોરદાર તરફેણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2012 04:49 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK