Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: બોરીવલીના એક મહિનાથી ગુમ યુવાને વાપીમાં આત્મહત્યા કરી

મુંબઈ: બોરીવલીના એક મહિનાથી ગુમ યુવાને વાપીમાં આત્મહત્યા કરી

01 August, 2019 10:22 AM IST | મુંબઈ

મુંબઈ: બોરીવલીના એક મહિનાથી ગુમ યુવાને વાપીમાં આત્મહત્યા કરી

યશ શ્રીપાલ બાફ

યશ શ્રીપાલ બાફ


બોરીવલી-વેસ્ટમાં યોગીનગરમાં રહેતો ૨૬ વર્ષનો યુવાન યશ શ્રીપાલ બાફના ૨૩ જૂનથી યોગીનગરથી ગુમ થયો હતો. એ બાદ પરિવાર તેને સતત શોધી રહ્યો હતો પરંતુ તેની કોઈ ભાળ મળી રહી નહોતી. પરિવાર દ્વારા એમએચબી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. જો કે ૨૬ જુલાઈના રોજ વાપીમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલી એક હોટેલમાં સિલિંગ ફેનથી ગળે ફાંસો ખાધો હોવાની માહિતી જાણવા મળી હતી. યશના પરિવારનો સ્ટીલનો વેપાર છે અને પરિવાર સારું નામ પણ ધરાવે છે.

આ પણ વાંચો : શનિ-રવિ સુધી ભીંજાયા કરશે મુંબઈ, સતત વરસાદની આગાહી



વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશને ‘મિડ-ડે’ને આપેલી માહિતી મુજબ ‘વાપીની એક હોટેલમાં એક યુવાને સિલિંગ ફેન સાથે ચાદર દ્વારા ૨૬ જુલાઈના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. હોટેલના રૂમની તપાસ કરતાં થોડા કપડાં, હૅન્ડ વૉચ, બૅલ્ટ મળી આવ્યાં હતાં. યુવાનના ખિસ્સામાંથી તેના પરિવારજનનો નંબર મળતાં એના પર ફોન કરીને જાણ કરવામાં આવી હતી. જો કે હોટેલના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 10:22 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK