ઍરપોર્ટ પર દિવાળીમાં સોનાની રેલમછેલ

Published: 26th October, 2014 05:23 IST

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે એક જ રાતમાં ૧૪.૨૫૪ કિલો સોનું પકડ્યુંશુક્રવારે રાતે મુંબઈ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટના ઍર ઇન્ટેલિજન્સ યુનિટે (AIU) ૩.૫૫ કરોડ રૂપિયાની કિંમતનું ૧૪.૨૫૪ કિલો સોનું જપ્ત કર્યું હતું. ગુરુવારે રાતે પણ યુનિટના B બૅચે બે જણને પકડ્યા હતા જેમાં બે કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું પકડાયું હતું.

પહેલાં મડાગાસ્કરનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ પાસેથી કુલ ૫૨૭૦ ગ્રામ વજનના સાત ગોલ્ડ-બાર પકડાયા હતા અને બીજા કિસ્સામાં પણ મડાગાસ્કરનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ પાસેથી ૭૭,૧૩,૪૩૬ રૂપિયાની કિંમતના કુલ ૩ કિલો ૧૦૦ ગ્રામ વજનના ચાર ગોલ્ડ-બાર પકડાયા હતા. બન્ને પૅસેન્જર નાઇરોબીથી આવ્યા હતા.

પછીની રાતે AIUના ઘ્ બૅચે પાંચ અલગ કિસ્સામાં ૧૪ કિલોથી વધુ સોનું જપ્ત કર્યું હતું. પ્રથમ કિસ્સામાં ક્વાલા લમ્પુરથી આવી રહેલા પૅસેન્જર પાસેથી ૪૯,૭૧,૪૩૪ કિંમતના કુલ ૧૯૯૮ ગ્રામ વજનના ગોલ્ડ-બારના ૪ કટપીસ મળ્યા હતા. બીજી ઘટનામાં દુબઈથી ટ્રાવેલ કરી રહેલા પૅસેન્જર પાસેથી ૯૯,૫૨,૮૨૦ રૂપિયાના એક કિલો વજનના ચાર ગોલ્ડ-બાર જપ્ત કરવામાં આવ્યા હતા. ત્રીજી ઘટનામાં પણ એક પૅસેન્જર પાસેથી એક કિલો વજનના ચાર ગોલ્ડ-બાર પકડાયા હતા. ચોથા કિસ્સામાં એક વ્યક્તિ પાસેથી ૧૦ તોલાના ૨૭ ગોલ્ડ-બાર જપ્ત કરવામાં આવ્યા હતા. ગઈ કાલે થયેલી છેલ્લી ધરપકડમાં દમ્મામથી પ્રવાસ કરી રહેલી વ્યક્તિ પાસેથી ૧૦ તોલા વજનના ૯ ગોલ્ડ-બાર અને પાંચ તોલા વજનનો એક ગોલ્ડ બાર જપ્ત કરવામાં આવ્યા હતા.

આ ઘટના બાબતે મુંબઈ કસ્ટમ્સના AIUના ઑફિસરનું કહેવું હતું કે ‘બધા કિસ્સામાં ગોલ્ડ પૅસેન્જરોનાં આંતરવસ્ત્રોમાં છુપાવેલું હતું. એક કિસ્સામાં મૉરિશ્યસનું નાગરિકત્વ ધરાવતી વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા કિસ્સામાં હસબન્ડ અને વાઇફની સંડોવણી હતી. પકડવામાં આવેલી સ્ત્રી બુરખામાં હતી. આ એક નવા પ્રકારનો ટ્રેન્ડ છે જેમાં બુરખો પહેરેલી સ્ત્રીનો સોનાની દાણચોરી કરવા માટે કૅરિયર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK