મીરા રોડના માથાફરેલ ગુજરાતીએ બિલાડીના બચ્ચાને આગમાં ફેંક્યું

Published: May 03, 2019, 10:00 IST | રણજિત જાધવ | મુંબઈ

પોલીસે સિદ્ધેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી પ્રાણીપ્રેમીએ પશુચિકિત્સક પાસે બચ્ચાની સારવાર કરાવી

બિલાડીને આગમાં નાખી
બિલાડીને આગમાં નાખી

મીરા રોડના નયા નગરના બિલ્ડિંગના રહેવાસીને તેના પાડોશીની હરકતથી આંચકો લાગ્યો હતો. ૨૨ વર્ષના સિદ્ધેશ પટેલે અઢી મહિનાના બિલાડીના બચ્ચાના ત્રાસથી કંટાળીને એને આગમાં ફેંકી દીધું હતું. એક પ્રાણીપ્રેમીએ આ બચ્ચાને આગમાંથી બચાવીને પશુચિકિત્સક પાસે એને સારવાર કરવા માટે લઈ ગયો હતો. ૨૮ એપ્રિલે બનેલી ઘટનાના સીસીટીવી કૅમેરાના ફુટેજને આધારે નયા નગર પોલીસે સિદ્ધેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મીરા રોડ (પૂર્વ)માં આવેલી અજમલ રામા કો-ઑપરેટિવમાં બેસાડવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં સાફ દેખાતું હતું કે સિદ્ધેશ પટેલ બિલાડીના બચ્ચાને આગમાં ફેંકીને પસાર થઈ રહ્યો છે. આગમાં કણસતા બચ્ચાએ બાદમાં બહાર નીકળવા માટે ફાંફાં માર્યાં હતાં અને જેમ-તેમ કરીને બહાર નીકળ્યું હતું. બચ્ચાની માએ આ દૃશ્ય જોતાં એને બચાવવા માટે દોડી હતી.

સ્થાનિક રહેવાસી અને પ્રાણીપ્રેમીએ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને સિદ્ધેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીના પરિવારજનોએ ફરિયાદીઓને નુકસાન પહોંચાડવાની ધમકી આપતાં ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં એનસી નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કૅમેરાના ફુટેજને આધારે સિદ્ધેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ક્યારે અટકશે જૈન સાધુ-સંતોના અકસ્માતની વણજાર?

નયા નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉલ્હાસ નાઈકે ‘મિડ-ડે’ને માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘સિદ્ધેશ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ ચાલી રહી છે અને કાયદા મુજબ પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

Loading...

Tags

mumbai
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK