૧ જૅગ્વાર કાર પર લગાવી ૪૬૦૦ ટૉય કાર્સ

Published: May 26, 2019, 09:04 IST

દત્તુમ સેરી નામના આ બિઝનેસમૅનને ૧૩ વર્ષની ઉંમરથી જ રમકડાની કાર ભેગી કરવાનો શોખ હતો અને તેમણે લગભગ ૫૦૦૦ જેટલી ટૉય કાર્સનું કલેક્શન કર્યું હતું.

1 જૅગ્વાર પર 4,600 ટૉય કાર
1 જૅગ્વાર પર 4,600 ટૉય કાર

મલેશિયામાં રહેતા એક બિઝનેસમૅને પોતાની લક્ઝુરિયસ જૅગ્વાર કારને પોતાના બચપણના શોખ સમી કારોથી સજાવીને એકદમ કલરફુલ બનાવી દીધી છે. દત્તુમ સેરી નામના આ બિઝનેસમૅનને ૧૩ વર્ષની ઉંમરથી જ રમકડાની કાર ભેગી કરવાનો શોખ હતો અને તેમણે લગભગ ૫૦૦૦ જેટલી ટૉય કાર્સનું કલેક્શન કર્યું હતું.

 થોડા સમય પહેલાં તેમણે એમાંથી ૪૬૦૦ ટૉય કાર્સથી તેમની જૅગ્વાર એસ-ટાઇપ કારની સિકલ બદલી નાખી હતી. વાત એમ હતી કે રમકડાની કારો બહુ વધી ગઈ હતી અને એની યોગ્ય સંભાળ રાખવામાં મુશ્કેલી પડતી હતી. એટલે તેમણે એક જ કાર પર ટચૂકડી ગાડીઓ ખાસ ગૂંદરથી ચિપકાવી દીધી. હવે આ કાર રંગબેરંગી બની ગઈ છે અને ભાઈનું કહેવું છે કે હવે જૅગ્વારનો લુક મારી પર્સનાલિટીને મૅચ થાય એવો છે.

આ પણ વાંચો: ફોન ગિફ્ટ ન કરતા ગુસ્સે થયેલી પ્રેમિકાએ ભરબજારે પ્રેમીને લાફા માર્યા

કારનો લુક તો મસ્ત ચેન્જ થઈ ગયો, પણ હવે ભાઈસાહેબ માટે બીજી સમસ્યા પેદા થઈ છે. આ કાર હવે ગમે ત્યાં પાર્ક નથી થઈ શકતી. એકદમ હટ કે દેખાવને કારણે કાર બધાનું ધ્યાન ખેંચે છે અને કોઈ એમાંથી એકાદ કાર કાઢી લેશે એવી ‌આશંકા રહ્યા કરે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK