મહીસાગર: બદલો લેવા માટે માણસે સાપને ભર્યું બચકું, થયું મોત

Published: May 05, 2019, 16:56 IST | ગોધરા

સાપની ઘણી બધી બદલાની વાર્તાઓ તમે સાંભળી હશે. સાપની બદલાની સ્ટોરી પર બોલીવુડની ફિલ્મો પણ જોઈ હશે. આ દરેક વાર્તા કે ફિલ્મમાં બદલો લેવા માટે સાપ લોકોની પાછળ પડે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાપની ઘણી બધી બદલાની વાર્તાઓ તમે સાંભળી હશે. સાપની બદલાની સ્ટોરી પર બોલીવુડની ફિલ્મો પણ જોઈ હશે. આ દરેક વાર્તા કે ફિલ્મમાં બદલો લેવા માટે સાપ લોકોની પાછળ પડે છે. પરંતુ મહીસાગરમાં સાવ વિપરિત કિસ્સો સામે આવ્યો છે. મહીસાગરમા અજનવા ગામમાં એક વ્યક્તિ સાપને બચકું ભરી લીધું. એટલું જ નહીં સાપને ખાઈ જવાની પણ કોશિશ કરી. જો કે બાદમાં સાપને બચકું ભરનાર આ વ્યક્તિનું મોત નીપજ્યું.

ઘટના કંઈક એવી છે કે પર્વત ગાલા બારિયા નામના 70 વર્ષના વ્યક્તિ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જ સાપે તેમને દંશ માર્યો. સર્પ દંશ બાદ સારવાર લેવાના પદલે પર્વત ગાલા બારિયાએ ઉલ્ટાનું સાપને જ બચકું ભરી લીધું. ગુસ્સે ભરાયેલા પર્વત બારિયાએ સાપને ખાઈ જવાની કોશિશ કરી.

આ પણ વાંચોઃ ઓરિસ્સામાં ફસાયા 400 ગુજરાતીઓ, ફાનીને કારણે ટ્રેન, ફ્લાઈટ છે રદ

મૃતકના પુત્રવધુ લીલા બારિયાએ માહિતી આપતા કહ્યું કે,'પરિવારના એક વ્યક્તિએ સાપને પકડ્યો અને સળગાવી દીધો. સાથે જ મારા સસરાને હોસ્પિટલ લઈ જવાયા.' પર્વત બારિયાને પહેલા લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમને ત્યાંથી પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ચાર કલાકની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું ોમ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK