મહારાષ્ટ્રઃગઢચિરોલીમાં પોલીસના વાહન પર નક્સલી હુમલો, 16ના મોત

Updated: May 01, 2019, 14:50 IST | ગઢચિરોલી

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે.

ગઢચિરોલીમાં નક્સલી હુમલો
ગઢચિરોલીમાં નક્સલી હુમલો

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. ગઢચિરોલીમાં નક્સલીએ પોલીસના વાહન પર હુમલો કર્યો છે. બુધવારે IED બ્લાસ્ટ કરીને પોલીસના વાહનને નિશાન બનાવ્યું જેમાં 16 પોલીસ કર્મીઓ શહીદ થયા છે. 

 #UPDATE Official sources: 10 security personnel have lost their lives in an IED blast by Naxals in Gadchiroli. #Maharashtra https://t.co/KB3rT3XOLK

રાજ્યના નક્સલ પ્રભાવિત વિસ્તાર ગઢચિરોલીમાં નક્સલીઓએ પોલીસની ગાડીને નિશાન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ રસ્તો બનાવતી કંપનીના 25 જેટલા વાહનોને આગ ચાંપીને સળગાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે નક્સલીઓ સતત વિકારના કાર્યોમાં અડચણ ઉભી કરી રહ્યા છે. નક્સલીઓ સતત એવી ઘટનાઓને અંજામ આપે છે, જેનાથી જે તે વિસ્તારનો વિકાસ અટકી જાય

આ પહેલા જાન્યુઆરીમાં પણ નક્સલીઓએ સંખ્યાબંધ વાહનોને નિશાન બનાવ્યા હતા. નક્સલીઓએ ગઢચિરોલી જિલ્લાના કુરખેડા, કોરચી, પૌટગાંવમાં કેટલાક વાહનોને સળગાવી દીધા હતા.

જે બાદ 25 એપ્રિલે સુરક્ષા દળોએ ગઢચિરોલીમાં 37 નક્સલીઓને ઠાર કર્યા હતા. મનાઈ રહ્યું છે કે બુધવારે થયેલા હુમલા બાદ પણ નક્સલીઓ સામે આવા જ પગલાં લેવાઈ શકે છે.

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK