મુંબઈ: હવે જાહેરમાં થૂંકનારને 6 મહિનાની સજા

Published: May 31, 2020, 08:25 IST | Agencies | Mumbai

દેશમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા છે એ મહારાષ્ટ્રની રાજ્ય સરકારે જાહેરમાં તમાકુનાં ઉત્પાદનોનાં સેવન, ધૂમ્રપાન તથા થૂંકવાના વર્તનને રાજ્યમાં સજાપાત્ર ગુનો ગણાવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ જ્યાં નોંધાયા છે એ મહારાષ્ટ્રની રાજ્ય સરકારે જાહેરમાં તમાકુનાં ઉત્પાદનોનાં સેવન, ધૂમ્રપાન તથા થૂંકવાના વર્તનને રાજ્યમાં સજાપાત્ર ગુનો ગણાવ્યો છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આ જાહેરાત કરી હતી.

આ નિયમનો પ્રથમ વખત ભંગ કરનારે ૧૦૦૦ રૂપિયા દંડ ચૂકવવો પડશે અને એક દિવસ માટે જાહેર સેવા બજાવવી પડશે. બીજી વખત ભંગ કરનાર વ્યક્તિએ ૩૦૦૦ રૂપિયા દંડ ચૂકવવો પડશે અને ત્રણ દિવસ સુધી જાહેર સેવા બજાવવાની રહેશે એમ ટોપેએ જણાવ્યું છે.

ત્યાર બાદ આ સજા બદલ ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને પાંચ દિવસ જાહેર સેવા બજાવવાની શિક્ષા થશે એમ તેમણે જણાવ્યું હતું.

આ ઉપરાંત બૉમ્બે પોલીસ ઍક્ટ અને ભારતીય દંડસંહિતા (આઇપીસી)ની વિવિધ કલમો અનુસાર ૬ મહિનાના જેલવાસ કે દંડ સહિતની સજા ફટકારવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK