Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > જપાનની કંપનીએ ૨૦,૦૦૦ બ્રા પાછી ખેંચી

જપાનની કંપનીએ ૨૦,૦૦૦ બ્રા પાછી ખેંચી

19 December, 2014 03:18 AM IST |

જપાનની કંપનીએ ૨૦,૦૦૦ બ્રા પાછી ખેંચી

જપાનની કંપનીએ ૨૦,૦૦૦ બ્રા પાછી ખેંચી



Japan bra


કોઈ પણ સામાનના ઉત્પાદનમાં ખરાબી જોવા મળે તો કંપની એ ઉત્પાદનને બજારમાંથી પાછું મગાવીને કસ્ટમરોનો વિશ્વાસ જીતે છે, પણ જપાનની ટ્રાયમ્ફ ઇન્ટરનૅશનલ નામની લેડીઝ ઇનરવેઅર બનાવતી કંપનીએ ૨૦,૦૦૦ બ્રા પાછી મગાવી છે.

જપાનના વડા પ્રધાન શિંજો અબેના ઇકૉનૉમિક રિવાઇવલ પ્લાન હેઠળ આ કંપનીએ સોલર-પાવર્ડ બ્રા અને અબેનૉમિક્સ બ્રા તૈયાર કરી છે. આ બ્રામાં વાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જ્યારે બ્રા મહિલાઓ પહેરતી હતી ત્યારે વાયરો દેખાતા હતા. એના કારણે એને પહેરનારી મહિલાઓનાં બ્રેસ્ટને વાગવાનો ડર રહેતો હતો. આ વિશે મહિલાઓએ પણ ફરિયાદ કરતાં કંપનીએ આ પ્રકારની તમામ બ્રા બજારમાંથી પાછી મગાવી છે.

કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ‘અમે અમારા કસ્ટમરોને આ બ્રાનો ઉપયોગ ન કરવાનું કહીએ છીએ અને તેમને પડેલી મુશ્કેલી માટે માફી માગીએ છીએ. અમે અમારા કસ્ટમરોની સલામતી માટે આ પગલું ભરીએ છીએ જેથી તેમને કોઈ પરેશાની થાય નહીં.’

કંપનીએ આશરે આ પ્રકારની ૨૦,૦૦૦ બ્રા એકલા જપાનમાં વેચી છે અને એ તમામને પાછી મગાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2014 03:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK