Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > IPL ફિક્સિંગ : એક ઑલરાઉન્ડર, એક ફાસ્ટ બોલર

IPL ફિક્સિંગ : એક ઑલરાઉન્ડર, એક ફાસ્ટ બોલર

16 November, 2014 04:58 AM IST |

IPL ફિક્સિંગ : એક ઑલરાઉન્ડર, એક ફાસ્ટ બોલર

IPL ફિક્સિંગ : એક ઑલરાઉન્ડર, એક ફાસ્ટ બોલર



fixing





શાંતનુ ગુહા રાય

ક્રિકેટની દુનિયાના સૌથી પાવરફુલ વ્યક્તિ ગણાતા ICCના ચૅરમૅન એન. શ્રીનિવાસન અને IPLના ૩ વગદાર મેમ્બરોને સ્પૉટ-ફિક્સિંગના આરોપોની તપાસ કરી રહેલી એજન્સીઓ સામે હાજર થવા સામે વાંધા-અરજી માટે સુપ્રીમ કોર્ટે ચાર દિવસનો સમય આપ્યો છે. જોકે એવું લાગી રહ્યું છે કે આ કેસનાં તારણોથી ખેલાડીઓ અને બુકીઓ વચ્ચેની સાઠગાંઠ ખુલ્લી પડી જશે.

ઉચ્ચ સ્તરીય સૂત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવા સમાચારોથી હાલમાં શ્રીલંકા સામે પાંચ વન-ડેની સિરીઝની છેલ્લી મૅચ રમવા રાંચી પહોંચેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં પણ નિરાશાનું મોજું ફેલાયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે દરેક ખેલાડી અને ક્રિકેટ-મૅનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો કોર્ટની કાર્યવાહીની વિગતો મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે અને તેમના મનમાં ચિંતા પેસી ગઈ છે.

IPLના સ્પૉટ-ફિક્સિંગ અને મૅચ-ફિક્સિંગ કાંડની તપાસની જાણકારી ધરાવતાં સૂત્રોએ વધુ એક ચોંકાવનારી માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ઇન્ડિયાના વર્લ્ડ-કપ વિનિંગ કૅમ્પેનમાં ચમકેલા એક ખેલાડી સહિત ટોચના બે ક્રિકેટરોને ક્રિકેટના આ કાળા કારોબારમાં શંકાસ્પદ તરીકે જસ્ટિસ મુદગલ કમિટીએ પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે તેમણે તપાસ સમિતિ સમક્ષ કહ્યું હતું કે જો કમિટી આ કેસમાં અમારાં નામ પણ આરોપી તરીકે ઉમેરશે તો અમારાં જીવન બારબાદ થઈ જશે.’

સૂત્રોએ જણાવ્યું હતું કે ‘આ બેમાંથી એક ઑલરાઉન્ડર ક્રિકેટર છે અને આ આકરી પૂછપરછ દરમ્યાન તે સતત રડતો રહ્યો હતો અને તપાસ સમિતિ સમક્ષ પોતાનું નામ રિપોર્ટમાં ન લખવાની કાકલૂદી કરતો હતો. બીજો ખેલાડી ફાસ્ટ બોલર છે. આ ઑલરાઉન્ડર અને ફાસ્ટ બોલર સતત એવું કહેતા હતા કે હવે અમારી ક્રિકેટ-કરીઅર તો લગભગ પૂરી થઈ ચૂકી છે, પરંતુ બાકીનું જીવન અમે સન્માનપૂર્વક જીવવા માગીએ છીએ.’

આ બે ક્રિકેટરોની કરીઅર તો લગભગ રોળાઈ ગઈ છે અને હવે તેઓ પોતાની ભૂતપૂર્વ ક્રિકેટર તરીકેની બાકીની જિંદગી વિશે ચિંતિત છે, પરંતુ ઇન્ડિયાના વધુ એક ફેમસ પ્લેયરે આ ક્રિકેટ-કાંડ વિશે જે માહિતી આપી હતી એનાથી તપાસકર્તા અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. બુકીઓ સાથે સંપર્કોના આક્ષેપોની તપાસ દરમ્યાન આ ખેલાડી સામે બુકીઓની પરેડ કરાવાઈ હતી ત્યારે પોતે કોઈ પણ બુકીને ઓળખતો હોવાનો ઇનકાર કર્યો હતો.

આ લોકપ્રિય ખેલાડીએ એક ફાઇવસ્ટાર હોટેલમાં આ પૂછપરછ બાદ તપાસ સમિતિની મદદ માટે હાજર રહેલા એક અધિકારીને કહ્યું હતું કે ‘તપાસ તો પૂરી થઈ ગઈ. હવે મારી સાથે એક ફોટો પડાવવાનું તમને ગમશે?’


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2014 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK