Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરકમાંથી છોડાવી એક ચિઠ્ઠીએ

નરકમાંથી છોડાવી એક ચિઠ્ઠીએ

05 December, 2014 04:32 AM IST |

નરકમાંથી છોડાવી એક ચિઠ્ઠીએ

નરકમાંથી છોડાવી એક ચિઠ્ઠીએ



પ્રીતિ ખુમાણ ઠાકુર

મીરા રોડના કાશીમીરામાં આવેલા એક વિસ્તારમાં એક એવો બનાવ બન્યો હતો જે સાંભળીને નવાઈ લાગે. પોતાની જ કઝિન બહેનને ઘરમાં બંધક બનાવીને બે સગા ભાઈઓ તેના પર બળાત્કાર કરતા હતા. જોકે ઘરની બારીની સામે આવેલી હૉસ્પિટલમાં દવા લેવા આવનાર એક વ્યક્તિનું ધ્યાન બારી પાસે રડી રહેલી ટીનેજર પર જતાં તે તેની મદદે ગયો હતો અને ટીનેજરે પોતાની વ્યથા એક ચિઠ્ઠીમાં લખીને ફેંકી હતી એને વાંચીને તરત તેણે પોલીસનો સંપર્ક સાંધતાં આખી ઘટના જાણવા મળી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં રહેતી ૧૭ વર્ષની ચેતના (નામ બદલ્યું છે)નાં મમ્મી-પપ્પાનું મૃત્યુ થતાં તે અનાથ બની ગઈ હતી. એટલે ચેતનાને તેનાં કાકા-કાકી મીરા રોડના કાશીમીરામાં તેમના ઘરે લઈ આવ્યાં હતાં. ચેતના ઘરે આવ્યા બાદ ૩૨ અને ૩૪ વર્ષના બન્ને સગા ભાઈઓની કઝિન બહેન પર ખરાબ નજર પડી હતી. ચાન્સ મળતાં ફેબ્રુઆરીથી બન્નેએ ચેતના પર બળાત્કાર કર્યો હતો. બન્ને ભાઈઓનાં મમ્મી-પપ્પા કામસર બહાર જતાં ત્યારે તેઓ બહેન પર બળાત્કાર કરતા હતા. જોકે એ દરમ્યાન ઑગસ્ટ મહિનામાં કોઈક કામસર કાકા-કાકી બહારગામ ગયાં એટલે બન્ને ભાઈઓનો માર્ગ મોકળો બની જતાં તેમણે ચેતનાને બંધી બનાવી દીધી હતી. બન્ને ભાઈઓ સવારે કામ પર જતા ત્યારે ચેતનાને ઘરમાં લૉક કરીને જતા હતા. ચેતના પાસે અન્ય કોઈ પર્યાય ન હોવાથી તે ભાઈઓ માટે જમવાનું બનાવી રાખતી હતી. જોકે બન્ને ભાઈઓ રાતે દારૂ પીને ઘરે આવતા હતા અને જમતાં પહેલાં ચેતનાને પોતાની હવસનો શિકાર બનાવતા હતા. ઘરમાં કેદ કરીને રાખી હોવાથી ચેતના કોઈને પોતાની વ્યથા કહી નહોતી શકતી અને ઘરમાં બેસીને આખો દિવસ રડતી રહેતી હતી.

બુધવારે બપોરે કાશીમીરાના ગ્રીન વિલેજમાં રહેતા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મીરા-ભાઈંદરના વિભાગપ્રમુખ મનોજ કોતવાલ તેમના ફૅમિલી-ડૉક્ટર પાસે ગયા હતા ત્યારે તેમણે આ ટીનેજરને રડતી જોઈ હતી. એ વિશે માહિતી આપતાં મનોજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું બેઠો હતો ત્યારે અચાનક વિન્ડો પર રડતી યુવતીને જોતાં મારું ધ્યાન તેની તરફ ગયું. તેણે તરત જ મારી પાસે હેલ્પ માગતો ઇશારો કર્યો હતો. એ વખતે તેણે પોતાને હાથે એક ચિઠ્ઠી લખીને બહાર ફેંકી હતી. એ ચિઠ્ઠી વાંચતાં મને ઘણો શૉક લાગ્યો હતો. હું તરત પોલીસ-સ્ટેશને એ ચિઠ્ઠી લઈને પહોંચી ગયો અને કાશીમીરા પોલીસની ટીમ સાથે યુવતીને બચાવવા તેના ઘરે પહોંચી ગયો હતો. ત્યાં બહારથી લૉક લગાડ્યું હતું એને તોડીને અમે બધા અંદર ગયા. યુવતીના શરીર પર ઘણી જગ્યાએ મારઝૂડ કરી હોવાના જખમ પણ દેખાયા હતા.’

કાશીમીરા પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વિશે માહિતી મળતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. યુવતીની પૂછપરછ કર્યા બાદ બન્ને ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. યુવતી ટીનેજર હોવાથી કોઈ માહિતી બહાર ન જાય એટલા માટે ભાઈઓનાં નામ આપી શકાશે નહીં. આ કેસ સંદર્ભે વધુ તપાસ ચાલી રહી છે.’





Whatsapp-channel Whatsapp-channel

05 December, 2014 04:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK