મંગળવારે કોરોનાની રસી લેનાર તેલંગણાના એક હેલ્થ કૅર વર્કરનું બુધવારે મૃત્યુ નીપજ્યું હતું, પરંતુ વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે મૃત્યુ રસી લેવાથી થયું હોવાનું જણાતું નથી.
પબ્લિક હેલ્થ ઍન્ડ ફૅમિલી વેલ્ફેરના ડિરેક્ટર ડૉ. જી. શ્રીનિવાસ રાવે જણાવ્યું હતું કે હેલ્થ કૅર વર્કરને મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે કુંતલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસી અપાઈ હતી.
મંગળવારે રાત્રે અઢી વાગ્યે તેને છાતીમાં દુખાવો થયો હતો અને સવારે ૫.૩૦ વાગ્યે તેને જિલ્લા હૉસ્પિટલ લઈ જવાયો ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.
પ્રાથમિક તારણો સૂચવે છે કે મૃત્યુને રસી સાથે કશી લેવાદેવા હોય એમ જણાતું નથી. માર્ગદર્શિકા અનુસાર ડૉક્ટરોની ટીમ દ્વારા પોસ્ટમૉર્ટમ કરવામાં આવશે એમ ડિરેક્ટરે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર, કેરલા ને તેલંગણામાં મળ્યા કોરોનાના બે નવા સ્ટ્રેન
24th February, 2021 10:31 ISTતેલગંણા: હાઈકોર્ટના વકીલ અને તેની પત્નીની છરી મારીને હત્યા, કેસ નોંધાયો
17th February, 2021 21:19 ISTબન્ને હાથ પગ ગુમાવ્યા બાદ 9 વર્ષનો આ છોકરો મોઢેથી પેઇન્ટિંગ કરે છે
1st January, 2021 06:43 ISTમહામારીમાં મસીહા બનીને ઊભરી આવેલા સોનુ સૂદનું મંદિર બન્યું તેલંગણમાં
22nd December, 2020 09:25 IST