Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિતાએ જૅગ્વાર ન અપાવી એટલે દીકરાએ BMW નાળામાં ફેંકી દીધી

પિતાએ જૅગ્વાર ન અપાવી એટલે દીકરાએ BMW નાળામાં ફેંકી દીધી

10 August, 2019 08:11 AM IST | હરિયાણા

પિતાએ જૅગ્વાર ન અપાવી એટલે દીકરાએ BMW નાળામાં ફેંકી દીધી

પાણીમાં ફેંકી દીધી BMW

પાણીમાં ફેંકી દીધી BMW


હરિયાણાના યુમનાનગરમાં પોલીસે શુક્રવારે એક નવીનક્કોર BMW નાળામાં પડેલી મળી. વાત એમ હતી કે એક યુવાને હાથે કરીને પપ્પાએ લાવી આપેલી આ ગાડી નદીમાં ફેંકી હતી અને એ વખતનો વિડિયો ઉતારીને સોશ્યલ મીડિયામાં પણ શૅર કર્યો હતો. વિડિયોમાં જોઈ શકાય છે કે યુવક હાથે કરીને નદીની પોચી જમીન પાસે લઈ જઈને કાર છોડી દે છે અને કાર પાણીની વચ્ચે જઈને અટકી જાય છે. જોકે એ પછી ભાઈસાહેબ જાતે કાર કાઢવાની કોશિશ પણ કરે છે, પણ નિષ્ફળ જાય છે. પોલીસની પૂછતાછમાં ખબર પડે છે કે તેણે પપ્પા પાસેથી જૅગ્વારની ડિમાન્ડ કરી હતી, પણ એને બદલે તેને પપ્પાએ આ કાર લાવી આપી હતી એટલે તે બહુ ગુસ્સામાં હતો. આખરે પોલીસે યુવક અને કેટલાક તરવૈયાઓની મદદ લઈને કાઢવાની કોશિશ કરી હતી. પંજાબ અને હરિયાણાના યુવાનો મોંઘી અને લક્ઝુરિયસ કારોના ક્રૅઝી હોય છે અને એ લાવી આપવા માટે પેરન્ટ્સ પર ઇમોશનલ પ્રેશર કરતા હોય છે.

આ પણ વાંચોઃ ભાઈએ ભૂલથી ૧૬.૨૯ લાખ રૂપિયા કચરાપેટીમાં નાખી દીધા



 


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2019 08:11 AM IST | હરિયાણા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK