Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નશામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, ગાડી ઘરની દિવાલ તોડી બેડરૂમ સુધી પહોંચી

નશામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, ગાડી ઘરની દિવાલ તોડી બેડરૂમ સુધી પહોંચી

03 May, 2020 07:16 PM IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નશામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો, ગાડી ઘરની દિવાલ તોડી બેડરૂમ સુધી પહોંચી

ઘરની દીવાલ તોડીને કાર બેડરૂમ સુધી પહોંચી

ઘરની દીવાલ તોડીને કાર બેડરૂમ સુધી પહોંચી


હરિયાણા સાથે આખા દેશમાં લૉકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ છે, પરંતુ તેની ગેરકાયદેસર દાણચોરી ચાલુ છે. એવામાં લોકો અહીંયા-ત્યાં જુગાડ કરીને દારૂનું સેવન કરી રહ્યા છે અને પછી એના ખરાબ પરિણામ સામે આવી રહ્યા છે. એવી જ ઘટના દિલ્હી ફરીદાબાદ જિલ્લાથી આવી છે. એક કાર ચાલકે નશામાં એવું નિયંત્રણ ગુમાવ્યું કે કાર મકાનનો દરવાજો તોડતા બેડરૂમમાં ઘુસી ગઈ. આભાર કે આ અકસ્માતમાં કોઈનું મોત નીપજ્યું નહીં. પૂર્ણ મામલો ફરીદાબાદના સેક્ટર-8નો છે.

મળેલી જાણકારી અનુસાર આ દુર્ઘટના ફરીદાબાદમાં સેક્ટર-8 સ્થિત એક મકાનમાં પ્રેમ દત્ત કથૂરિયા પોતાના પરિવાર સાથે રહે છે. પ્રેમ દત્તનું કહેવું છે કે અડધી રાતે ધમાકા જેવો અવાજ આવ્યો, જેથી અમે આશ્ચર્યમાં મૂકાય ગયા. જ્યાં સુધી કઈ સમજે એવામાં એક કાર દીવાલ તોડીને બેડરૂમમાં ઘુસી ગઈ.



home


ઘરની બહાર ઉભી બાઈક-સ્કૂટીને થયું નુકસાન

અડધી રાતે દારૂના નશામાં કાર ચાલક દિપાંશુએ કારનું નિયંત્રણ ગુમાવ્યુ અને ઘરની બહાર પાર્ક કરેલી બાઈક અને સ્કૂટીને ઘણનું નુકસાન થયું છે. પણ આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહીં.


મકાન માલિક પ્રેમ દત્તનું કહેવું છે કે શુક્રવારે રાત્રે થયેલી દુર્ઘટનાથી એટલા ડરી ગયા કે એમને અને પરિવારના સદસ્યોને પણ ઊંઘ આવી નહી. સાથે આ વાત પર તે હેરાન થઈ ગા કે લૉકડાઉન હોવા છતામ કાર ચાલકને દારૂ કેવી રીતે મળ્યો?

સાથે જ ઘટનાસ્થળ પર પહોંચેલી ફરીદાબાદ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી અને હોંશમાં આવ્યા બાદ પૂથતાછ કરી.

Whatsapp-channel Whatsapp-channel

03 May, 2020 07:16 PM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK