નિત્યાનંદ કેસઃકથિત રીતે ગુમ બહેનોને શોધવા પોલીસે ઇન્ટરપોલને નોટિસ મોકલી

Published: Dec 02, 2019, 09:32 IST | Ahmedabad

અમદાવાદ ગ્રામીણ પોલીસે હવે ઇન્ટરપોલને બ્લુ કૉર્નર નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરી છે. બે બહેનોને કેદમાં રાખવાના આરોપમાં નિત્યાનંદ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તેને ફરાર જાહેર કરાયો છે.

સ્વામી નિત્યાનંદ
સ્વામી નિત્યાનંદ

સ્વામી નિત્યાનંદના આશ્રમમાંથી કથિત રીતે ગુમ બે બહેનોને શોધવા માટે અમદાવાદ ગ્રામીણ પોલીસે હવે ઇન્ટરપોલને બ્લુ કૉર્નર નોટિસ પાઠવવાની કામગીરી શરૂ કરી છે. બે બહેનોને કેદમાં રાખવાના આરોપમાં નિત્યાનંદ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને હાલમાં તેને ફરાર જાહેર કરાયો છે.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું કે બ્લુ કૉર્નર નોટિસ ઉપરાંત તેમણે દેશભરનાં ઍરપોર્ટ પર બન્ને બહેનો માટે લુક આઉટ નોટિસ જારી કરી છે. ટોચના પોલીસ-અધિકારીએ જણાવ્યું, બ્લુ કૉર્નર નોટિસ એવા લોકો માટે છે જેને પોલીસ આરોપી તરીકે નહીં પરંતુ પીડિત અથવા સાક્ષી તરીકે શોધી રહી છે. આ અરજી સીઆઇડી દ્વારા મોકલવામાં આવી છે જેને સીબીઆઇને મોકલાશે અને ત્યાર બાદ વિદેશ મંત્રાલય મારફત ઇન્ટરપોલ સુધી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK