Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દ.ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી,48 કલાકમાં ભારે વરસાદની શકયતા

દ.ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી,48 કલાકમાં ભારે વરસાદની શકયતા

24 June, 2019 02:25 PM IST | અમદાવાદ

દ.ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી,48 કલાકમાં ભારે વરસાદની શકયતા

દ.ગુજરાતમાં બારે મેઘ ખાંગા થવાની આગાહી,48 કલાકમાં ભારે વરસાદની શકયતા


રાજ્યમાં આગામી ચાર દિવસમાં ચોમાસું શરૂ થવાની હવામાન વિભાગની આગાહી સાચી પડી રહી છે. મોડી રાતથી જ અમદાવાદ સહિતના શહેરોમાં વરસાદ ખાબકી રહ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાં ધીમી ધારે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યુ છે. વરસાદન કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાગરિકોને ગરમીથી રાહત મળી છે. ત્યારે હવે સત્તાવાર રીતે ચોમાસાની પણ શરૂઆત થઈ છે.

રાજ્યમાં વરસાદી માહોલ



રાજ્યમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હોવાને કારણે આ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળનું લો પ્રેશર વરસાદી માહોલ લઇને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તેને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકે તેવી શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.


અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

તો બીજી તરફ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી બે દિવસ સુધી અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. તોસાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદ ખાબકે તેવી શક્યતા છે.


ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં પણ વરસશે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ સામાન્ય વરસાદથી ભારે વરસાદની આગાહી છે. જો કે દ7િણ ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ આવ રે વરસાદ: 48 કલાકમાં મુંબઈમાં થશે વરસાદનું આગમન

અમદાવાદમાં ફૂંકાશે પવન

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં મોડી રાતથી જ વરસાદ પડી રહ્યો છે. એમાંય 26થી 28 જૂન દરમિયાન અમદાવાદમાં વરસાદ વધુ પડી શકે છે. 26 જૂને રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2019 02:25 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK