Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત સરકાર ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે

ગુજરાત સરકાર ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે

20 June, 2019 08:19 AM IST |

ગુજરાત સરકાર ૩૨૦ કરોડના ખર્ચે નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે

ગુજરાત સરકાર નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે

ગુજરાત સરકાર નવું વિમાન અને હેલિકૉપ્ટર ખરીદશે


પાછલાં ૧૫ વર્ષમાં રાજ્યના હેલિકૉપ્ટર અને વિમાનમાં વારંવાર સર્જાતિ ટેક્નિકલ ખામી અને મેઈન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે સરકારે ૩૨૦ કરોડના ખર્ચે નવા વિમાન અને હેલિકૉપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ નવા વિમાન અને હેલિકૉપ્ટર મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગવર્નર અને અન્ય પ્રધાનો દ્વારા વપરાશમાં લેવામાં આવશે.

રાજ્ય સરકાર વર્ષ ૨૦૧૬થી નવા વિમાન અને હેલિકૉપ્ટર ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ પહેલાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અને પછી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના કારણે વિવાદ ન થાય તે માટે ખરીદી પડતી મુકાઈ. આ પહેલાં ઍરક્રાફ્ટ ખરીદી માટે ગ્લોબલ ટેન્ડર મગાવાયાં હતાં પરંતુ પછી કેન્સલ કરી દેવાયા. સરકારે હવે નવા ઍરક્રાફ્ટના ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રાલયને બંને ઍરક્રાફ્ટ ખરીદવા માટે આ અઠવાડિયે જરૂરી મંજૂરી મળી ગઈ છે. ડિપાર્ટમેન્ટના ખાસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બે નવા ઍરક્રાફ્ટ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. આ માટે ૨૫૦ કરોડ રૂપિયા ફિક્સ્ડ વિંગ ઍરક્રાફ્ટના અને ૭૦થી ૮૦ કરોડ હેલિકૉપ્ટર માટે છે. હેલિકૉપ્ટર માટે પાછલા વર્ષે જ મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ખરીદી કરાઈ નહોતી. હવે બંને માટે ટૂંક સમયમાં ગ્લોબલ ટેન્ડર્સ મગાવાશે. નવું ફિક્સ્ડ-વિંગ ઍરક્રાફ્ટ ૧૨ સીટર હશે અને તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સૂચવેલા ખાસ સિક્યૉરિટી ફીચર્સ હશે. રાજ્ય પાસે હાલમાં રહેલું ફિક્સ્ડ-વિંગ ઍરક્રાફ્ટ ૧૯૯૯માં અને હેલિકૉપ્ટર ૨૦૦૭માં ખરીદાયેલું છે. આ બંનેમાં ટેક્નિકલ ખામી અને મેઈન્ટેનન્સ માટે વાર્ષિક ૫ કરોડનો ખર્ચ થતો. ઉપરાંત મોટાભાગના સમયે તેમાં ટેક્નિકલ ખામીના કારણે રિપેર કરવામાં લાંબો સમય લાગતો.


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 08:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK