Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આજથી શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ, PMએ આપી લીલી ઝંડી

આજથી શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ, PMએ આપી લીલી ઝંડી

15 February, 2019 06:47 PM IST | દિલ્હી

આજથી શરૂ થઈ વંદે ભારત એક્સપ્રેસ, PMએ આપી લીલી ઝંડી

વડાપ્રધાને ટ્રેનને બચાવી લીલીઝંડી

વડાપ્રધાને ટ્રેનને બચાવી લીલીઝંડી


વડાપ્રધાન મોદીએ આજે ભારતની સૌથી પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી. આ ટ્રેન દિલ્હીથી વારાણસી પહોંચવા માટે 9 કલાક 45 મિનિટ લગાવશે. આ ટ્રેનનું નામ પહેલા ટ્રેન 18 હતું. જેને બદલાવીને વંદે ભારત એક્સપ્રેસ કરવામાં આવ્યું છે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. દેશની સૌથી સારી સુવિધા ધરાવતી ટ્રેનમાંથી એક શતાબ્દી ટ્રેનથી પણ વધુ સારી સુવિધા આ ટ્રેનમાં રાખવામાં આવી છે.

97 કરોડના ખર્ચથી 18 મહિનામાં બનાવાઈ આ ટ્રેન

1. રેલ પ્રધાન પીયૂષ ગોયલ પ્રમાણે, આ ટ્રેન 97 કરોડના ખર્ચથી 18 મહિનામાં ચેન્નઈની કોચ ફેક્ટરીમાં બનાવાઈ છે. તેના બધાં જ એટલે 16 ડબ્બા એરકંડિશન્ડ છે. તેની સીટો 360 ડિગ્રી ફરી શકે છે.
2. એમાં બે એક્ઝીક્યુટિવ ચેર કાર છે. આ ટ્રેન દિલ્હીથી વારાણસીના પ્રવાસમાં ફક્ત કાનપુર અને અલાહાબાદમાં રોકાશે.
3. પીયૂષ ગોયલનું કહેવું છે કે - આ ટ્રેનને ભારતીય એન્જીનિયરોએ તૈયાર કરી છે. આ એ વાતનું ઉદાહરણ છે કે મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશ્વસ્તરીય ટ્રેન કઈ રીતે તૈયાર કરી શકાય છે.
4. શરૂઆતના આયોજનો પ્રમાણે, ટ્રેન 18 દિલ્હીથી સવારે 6 વાગ્યે ઉપડશે અને બપોરે 2 વાગ્યે વારાણસી પહોંચશે. લગભગ 800 કિમીના અંતરને 8 કલાકમાં કાપશે. વારાણસીથી તે દિલ્હી માટે બપોરે 2.30 વાગ્યે ઉપડશે અને રાતે 10.30 વાગ્યે પહોંચશે.

આ પણ વાંચોઃ ટીકા પછી રેલવેએ ઘટાડ્યું દેશની સૌથી ઝડપી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ભાડું



ઘટાડવામાં આવ્યું ટ્રેનનું ભાડું
વંદે ભારત ટ્રેનના ભાડાને લઈને સમાચાર આવ્યા હતા કે તેનું ભાડું શતાબ્દીની સરખામણીએ 1.5ગણું વધારે હતું. હવે આ ટ્રેનનું ભાડું ઘટાડી દેવામાં આવ્યું છે. દિલ્હીથી વારાણસીની વચ્ચે ચાલતી ટ્રેન-18નું પ્રસ્તાવિત ભાડું ચેરકાર માટે 1850થી ઘટાડીને 1760 રૂપિયા અને એક્ઝિક્યુટિવ કાર માટે 3520થી ઘટાડીને 3310 રૂપિયા કરવામાં આવ્યું છે. આ આદેશ ભારતીય રેલવેએ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

15 February, 2019 06:47 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK