ઇન્ડેક્સ ૭૮,૨૮૫ ખૂલીને ૭૯,૧૯૧ની ઉપલી અને ૭૬,૫૯૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વેચવાલીને પગલે ઘટાડો નોંધાયો હતો. ૩.૦ વર્સે લૉન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – આઇસી૧૫ બપોરે ૪ વાગ્યે પૂરા થયેલા ૨૪ કલાકમાં ૧.૫૨ ટકા (૧૧૯૧ પૉઇન્ટ) ઘટીને ૭૭,૦૯૪ પૉઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૭૮,૨૮૫ ખૂલીને ૭૯,૧૯૧ની ઉપલી અને ૭૬,૫૯૨ પૉઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના મોટા ભાગના ઘટક કૉઇન ઘટ્યા હતા, જેમાંથી કાર્ડાનો, પૉલિગોન, ઇથેરિયમ અને અવાલાંશ ટોચના ઘટનાર હતા. ટોનકૉઇન અને ડોઝકૉઇનમાં અનુક્રમે ૬.૮૯ ટકા અને ૪.૦૯ ટકાનો વધારો થયો હતો.
દરમ્યાન, લેટિન અમેરિકન દેશોમાં વર્ષ ૨૦૨૪માં બ્રાઝિલ ક્રિપ્ટો ટ્રેડિંગમાં ટોચનો દેશ બની ગયો છે. ત્યાં ટ્રેડિંગમાં ૩૦ ટકા વૃદ્ધિ નોંધાઈ છે.
બીજી બાજુ, અલ સાલ્વાડોરે દેશમાં બિટકૉઇનના હોલ્ડિંગ પર નજર રાખવા માટે પ્રૂફ ઑફ રિઝર્વ વેબસાઇટ લૉન્ચ કરી છે. એની ઑનલાઇન બિટકૉઇન ટ્રેઝરીમાં બિટકૉઇનના અનામત જથ્થાનો રિયલ ટાઇમ ડેટા જાણી શકાય છે. આજની તારીખે ત્યાં ૩૬૦ મિલ્યન ડૉલર મૂલ્યના ૫૭૪૮ બિટકૉઇનનો અનામત જથ્થો છે.

