Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચૂંટણી 2019:ભાજપની 3જી યાદી જાહેર,પ. બંગાળમાં મુસ્લિમ મહિલાને આપી ટિકિટ

ચૂંટણી 2019:ભાજપની 3જી યાદી જાહેર,પ. બંગાળમાં મુસ્લિમ મહિલાને આપી ટિકિટ

23 March, 2019 05:55 PM IST |

ચૂંટણી 2019:ભાજપની 3જી યાદી જાહેર,પ. બંગાળમાં મુસ્લિમ મહિલાને આપી ટિકિટ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ફાઈલ ફોટો)

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (ફાઈલ ફોટો)


ભાજપે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે પશ્ચિમ બંગાળથી મુસ્લિમ મહિલાને ઉમેદવાર બનાવ્યા છે. પશ્ચિમ બંગાળના જાંગીપુરથી ભાજપે મફૂજા ખાતૂનને ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પરથી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી ચૂંટણી લડતા હતા. હાલ કોંગ્રેસે તેમના પુત્ર અભિજીત મુખર્જીને ટિકિટ આપી છે.

લોકસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષો આખરી તૈયારીમાં પડ્યા છે. જુદા જુદા પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. ભાજપે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ભાજપના 11 ઉમેદવારોના નામ છે. ભાજપે તેલંગાણાના 6, ઉત્તર પ્રદેશના 3, કેરળ અને પશ્ચિમ બંગાળના 1-1 ઉમેદવારના નામ જાહેર કર્યા ચે.



ભાજપે ઉત્તર પ્રદેશની આ ત્રણ બેઠકો કૈરાના, નગીના અને બુલંદશહર પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બુલંદ શહેરથી ભોલાસિંહને, નગીનાથી ડૉ. યશવંતને અને કૈરાનાથી પેટા ચૂંટણી હારી ચૂકેલા મૃગાંકાસિંહના બદલે પ્રદીપ ચૌધરીને ઉમેદવાર બનાવાયા છે.


આ પણ વાંચોઃ ચૂંટણી 2019: ભાજપે ચૂંટણીને ગણાવી સત્ય-અસત્ય વચ્ચેનો સંઘર્ષ

2014માં કૈરાના બેઠક પરથી ભાજપ તરફથી હુકુમસિંહે જીત મેળવી હતી. જો કે તેમના નિધન બાદ થયેલી પેટાચૂંટણીમાં હુકુમસિંહના પુત્રી મૃગાંકા સિંહનો રાલોદના ઉમેદવાર સામે પરાજિત થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

23 March, 2019 05:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK