નેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે

Published: 23rd January, 2021 08:15 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સ્થાનિક સમય પ્રમાણે રાતે ૯ વાગ્યાથી પરોઢિયે સાડાચાર વાગ્યા સુધી નાઇટ-કરફ્યુ લાગુ કરવામાં આવશે

ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડેલા લોકો
ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડેલા લોકો

નેધરલૅન્ડ્સમાં બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વખત રાષ્ટ્રવ્યાપી કરફ્યુ રોગચાળાને કારણે લાગુ કરવામાં આવ્યો છે. હાલમાં ત્યાં નાઇટ-કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક સમય પ્રમાણે રાતે ૯ વાગ્યાથી પરોઢિયે સાડાચાર વાગ્યા સુધી નાઇટ-કરફ્યુ લાગુ કરવામાં આવશે. અલબત્ત એમાં ખાદ્ય ચીજો તથા અન્ય માલસામાનની હોમ ડિલિવરી કરનારાઓ સહિત આવશ્યક ચીજો અને સેવાઓને હરવા-ફરવા પર પ્રતિબંધમાંથી બાકાત રાખ્યા છે. જોકે જનતાએ પ્રતિબંધમાં અપવાદના મુદ્દાના લાભ લેવાના રસ્તા વિચારી રાખ્યા છે. 

નાઇટ-કરફ્યુમાં પાળેલાં પ્રાણીઓને બહાર ફરવા લઈ જવાની છૂટ હોવાથી ડૉગ સર્વિસિસ પાસેથી કૂતરાં ભાડે રાખવા અનેક શ્વાનો સંબંધી સેવાઓ લેવાના કિસ્સા વધી ગયા છે. એ ઉપરાંત હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ્સની ડિમાન્ડ વધી છે. ડૉગ સર્વિસિસ માટે નૉટ ફૉર પ્રૉફિટ વેબસાઇટ ચલાવતા જોસ વાનનું કહેવું છે કે સામાન્ય રીતે અમને સર્વિસિસ માટે દર અઠવાડિયે લગભગ ૧૦ રિક્વેસ્ટ કે ઑફર્સ મળે છે, પરંતુ ગયા મંગળવારે નાઇટ-કરફ્યુની જાહેરાત કરાયા બાદ શ્વાન ભાડે લેવા માટે છેલ્લા બે-ત્રણ દિવસમાં ૩૦૦થી વધારે રિક્વેસ્ટ કે ઑફર્સ મળી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK