Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં મોદીની ભત્રીજીનું પર્સ ઝૂંટવીને લૂંટારા ફરાર

દિલ્હીમાં મોદીની ભત્રીજીનું પર્સ ઝૂંટવીને લૂંટારા ફરાર

13 October, 2019 12:19 PM IST | નવી દિલ્હી

દિલ્હીમાં મોદીની ભત્રીજીનું પર્સ ઝૂંટવીને લૂંટારા ફરાર

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે સ્નૅચિંગનો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં બદમાશો મોદીની ભત્રીજીનું પર્સ ખેંચીને ફરાર થઈ ગયા હતા. પર્સમાં રોકડની સાથોસાથ કેટલાક અગત્યના દસ્તાવેજ પણ હતા. દિલ્હીના પૉશ વિસ્તારમાંથી એક સિવિલ લાઇન્સ વિસ્તારમાં બદમાશોએ આ વારદાતને અંજામ આપ્યો છે.

મીડિયા-રિપોર્ટ પ્રમાણે વાત એમ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈનાં દીકરી દમયંતીબહેન મોદી આજે સવારે અમ્રિતસરથી દિલ્હી પાછાં આવી રહ્યાં હતાં. તેમની રૂમ સિવિલલાઇન્સ વિસ્તારના ગુજરાતી સમાજ ભવનમાં બુક હતી. એથી જૂની દિલ્હીથી ઑટોમાં તેઓ પોતાના પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચ્યાં.



આ પણ વાંચો : મંદી છે કે નહીં એ હવે બૉક્સ-ઑફિસ કલેક્શન પરથી નક્કી કરાશે: રવિશંકર પ્રસાદ


ગેટ પર પહોંચ્યા બાદ તેઓ રિક્ષામાંથી ઊતરવા જતાં હતાં ત્યારે સ્કૂટી પર સવાર બે બદમાશો તેમનું પર્સ આંચકીને ભાગી ગયા હતા. દમયંતીબહેને કહ્યું કે એ પર્સમાં ૫૬૦૦૦ રૂપિયા, બે મોબાઇલ અને અગત્યના દસ્તાવેજ હતા.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 12:19 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK