મંદી છે કે નહીં એ હવે બૉક્સ-ઑફિસ કલેક્શન પરથી નક્કી કરાશે: રવિશંકર પ્રસાદ

Published: Oct 13, 2019, 09:56 IST | નવી દિલ્હી

મોદી સરકારના પ્રધાનના ઇકૉનૉમી માટેના તઘલખી માપદંડો, રવિશંકર પ્રસાદ કહે છે, ત્રણ-ત્રણ ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે તો પછી દેશમાં મંદી ક્યાં છે?

રવિશંકર પ્રસાદ
રવિશંકર પ્રસાદ

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે મંદીને લઈને વિચિત્ર તર્ક આપ્યો છે. તેમણે આર્થિક મંદીને ફિલ્મોની કમાણી સાથે જોડી દીધી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ત્રણ-ત્રણ ફિલ્મો કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે તો પછી દેશમાં મંદી ક્યાં છે. તેમણે કહ્યું હતું કે ૨ ઑક્ટોબરના રોજ ૩ ફિલ્મોએ એક જ દિવસમાં ૧૨૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે શનિવારે કહ્યું હતું કે દેશમાં મોબાઈલ, મેટ્રો અને રોડ બની રહ્યાં છે, જેનાથી લોકોને રોજગાર મળી રહ્યો છે. આપણી અર્થવ્યવસ્થાનો આધાર મજબૂત છે અને મોંઘવારી દર પણ નિયંત્રણમાં છે. હાલ એફડીઆઇ સૌથી ઊંચા સ્તરે છે એમ પણ તેમણે કહ્યું હતું. તેમણે એનએસએસઓ તરફથી નોકરીઓને લઈને જાહેર કરવામાં આવેલા આંકડાઓને પણ ફગાવી દીધા હતા.

આ પણ વાંચો : ગોવાના બીચ પર છેલ્લા 2 મહિનાથી ગુજરાતની આ યુવતી સ્વચ્છતાનું કેમ્પેઇન ચલાવે છે

કેન્દ્રીય પ્રધાને પોતાના દાવાના સમર્થનમાં ઈપીએફ્ના આંકડા ગણાવ્યા અને ખેડૂતોની આત્મહત્યાને લઈને કહ્યું હતું કે અમે કારણોની તપાસ કરી રહ્યા છીએ. મલમ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એમણે શિવસેનાના ઘોષણાપત્રને લઈને કંઈ જ બોલવાનો ઈનકાર કરી દીધો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK