Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : NCBએ દીપિકા પાદુકોણની ટેલન્ટ મૅનેજરને સમન્સ મોકલ્યું

મુંબઈ : NCBએ દીપિકા પાદુકોણની ટેલન્ટ મૅનેજરને સમન્સ મોકલ્યું

23 September, 2020 11:08 AM IST | Mumbai
Faizan Khan

મુંબઈ : NCBએ દીપિકા પાદુકોણની ટેલન્ટ મૅનેજરને સમન્સ મોકલ્યું

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ હવે દીપિકા પાદુકોણની ટેલન્ટ મૅનેજર કરિશ્મા પ્રકાશને સમન્સ મોકલાવી પૂછપરછ માટે બોલાવી છે. અનેક બૉલીવુડ સૅલિબ્રિટીના અકાઉન્ટટ સંભાળતા ક્વાન ટેલન્ટ મૅનેજમેન્ટ સાથે કરિશ્મા સંકળાયેલી છે.

જયા શહાની પૂછપરછમાં કરિશ્માનું નામ બહાર આવ્યું હતું. એનસીબીને વૉટ્સએપ ચેટ મળી છે જેમાં દીપિકાએ કરિશ્મા પાસે ‘હશ’ મગાવ્યું હતું. જોકે કરિશ્મા પ્રકાશ હાલ બીમાર હોવાથી તેને હાલ તુરત થોડી રાહત મળી છે. એનસીબીએ વધુમાં કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં દીપિકાનું સ્ટેટમેન્ટ નોંધશે. એનસીબીને ૨૮ ઑક્ટોબર ૨૦૧૭ની વૉટ્સઅૅપ ચેટ મળી છે જેમાં દીપિકા અને કરિશ્મા વચ્ચે વાતચીત થયેલી છે.



આ ચેટ મળ્યા બાદ એનસીબી દીપિકાને પણ સમન્સ મોકલાવવાની છે. એનસીબીના ઑફિસરે કહ્યું હતું કે અમે પહેલાં કરિશ્મા પ્રકાશનું સ્ટેટમેન્ટ નોંધીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે એ ડ્રગ ક્યાંથી મેળવતી હતી અને ચેટમાં જે બીજા લોકોનો ઉલ્લેખ કરાયો છે એ કોણ છે.


દિયા મિર્ઝાનું નામ પણ આવ્યું

ગઈ કાલે એનસીબી દ્વારા ફરી એક વાર જયા તથા શ્રુતિ મોદીની સાથે ક્વાન ટૅલન્ટ મૅનેજમેન્ટ કંપનીના ડિરેક્ટર ધ્રુવની પણ ડ્રગ્સ મામલે પૂછપરછ થઈ હતી. દરમ્યાન ઍક્ટ્રેસ દિયા મિર્ઝાનું નામ સામે આવ્યું છે. NCB હવે દિયાની પણ પૂછપરછ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે રિયા બાદ શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકર, દીપિકા પાદુકોણનાં નામ સામે આવી ચૂક્યાં છે. ડ્રગ પેડલર અનુજ કેશવાણીએ NCB સાથેની પૂછપરછમાં દિયા મિર્ઝાનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે દિયાની મૅનેજરે તેની પાસેથી ડ્રગ્સ લીધું હતું. રિયા-દીપિકાની મૅનેજર બન્ને એક જ કંપનીમાં કામ કરે છે. બન્ને સેલિબ્રિટી મૅનેજમેન્ટ કંપની ક્વાનમાં કામ કરે છે. આ કંપની સેલિબ્રિટીને ટૅલન્ટ મૅનેજર આપે છે.


દિયા શું કહે છે?

એક સ્ટેટમેન્ટ જાહેર કરી દિયા મિર્ઝાએ એમાં કહ્યું હતું કે ‘હું સખતપણે આ ન્યુઝનો વિરોધ કરું છું અને એ એકદમ ખોટા છે એ જણાવી રહી છું. આવું વાહિયાત રિપોર્ટિંગ સીધું મારી રેપ્યુટેશન પર અસર કરે છે અને એ ખરાબ થાય છે. તેમ જ એની અસર મારી કરીઅર પર પણ પડે છે જેને મેં વર્ષોની મહેનત દ્વારા બનાવી છે. મેં મારી લાઇફમાં ક્યારેય કોઈ પણ નાર્કોટિક્સ અથવા એને લગતા કોઈ પણ પદાર્થનું સેવન નથી કર્યું અથવા તો ખરીદ્યું નથી.

વૉટ્સએપ ચેટ

દીપિકા : ઓકે...માલ છે તારી પાસે?
કરિશ્મા : હા...પણ ઘરે છે. હું બાંદરા છું પણ જો તને જોઈતો હોય તો અમિતને વાત કરું.
દીપિકા : યસ! પ્લીઝ.
કરિશ્મા : અમિત પાસે છે, એ લઈને આવે છે.
દીપિકા : હશ છે ને, ગાંજો નઈને?
કરિશ્મા : હા, હશ છે.
દીપિકા : તું કેટલા વાગે કૉકો (ક્લબ) આવે છે.
કરિશ્મા : ૧૧.૩૦ - ૧૨.૦૦.
દીપિકા : શાલ (સોનાક્ષી સિંહા) કેટલા વાગ્યા સુધી આવશે?
કરિશ્મા : મને લાગે છે એણે કહ્યું કે ૧૧.૩૦, કારણ કે ૧૨.૦૦ વાગ્યે તેને બીજે કશે જવાનું છે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 11:08 AM IST | Mumbai | Faizan Khan

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK