ડેવિડ હેડલીની પૂછપરછનો વિડિયો જાહેરમાં આવ્યો

Published: 21st October, 2011 19:05 IST

ન્યુ યૉર્ક: અમેરિકાની ર્કોટે ગઈ કાલે લશ્કર-એ-તય્યબા (એલઈટી)ના ટેરરિસ્ટ ડેવિડ હેડલીની પૂછપરછની વિડિયો ટેપ જાહેર કરવાની પરવાનગી આપી હતી. હેડલી પર બીજા આરોપો સહિત પોતાના નાનપણના ફ્રેન્ડ તહવ્વુર રાણાને મુંબઈ પરના ૨૬/૧૧ના ટેરર અટૅક કરવામાં મદદ કરવાનો આરોપ પણ છે.

 

અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ હૅરી લીનેનવેબરે સરકારની એ દલીલને માની ન હતી કે આ વિડિયો બહાર પાડવાથી હેડલીના કુટુંબીજનોના જીવ જોખમમાં મુકાઈ જશે. હેડલીએ અમેરિકાના સત્તાવાળાઓ સાથે એવી ડીલ કરી હતી કે તે અમેરિકાને જાણે છે એટલી બધી હકીકતો કહેશે અને એના બદલામાં અમેરિકા તેને ફાંસીની સજા નહીં આપે. હેડલીએ તેના મિત્ર રાણા અને એલઈટી વિરુદ્ધ સ્ફોટક માહિતી આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK