Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વાઘનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવતા દેશના તમામ ઝૂમાં હાઇએલર્ટ

વાઘનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવતા દેશના તમામ ઝૂમાં હાઇએલર્ટ

08 April, 2020 07:40 AM IST | Mumbai
Arita Sarkar

વાઘનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવતા દેશના તમામ ઝૂમાં હાઇએલર્ટ

દેશના તમામ ઝૂમાં હાઇએલર્ટ

દેશના તમામ ઝૂમાં હાઇએલર્ટ


ન્યુ યૉર્ક ઝૂની એક વાઘણની કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવતાં સ્થિતિની ગંભીરતાને પારખીને દેશની તમામ સંબંધિત ઑથોરિટી કેદમાં રહેલાં વન્ય પ્રાણીઓનું વિશેષ નિરીક્ષણ કરી રહી છે. સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી (સીઝેડએ) અને નૅશનલ ટાઇગર કન્ઝર્વેશન ઑથોરિટી (એનટીસીએ)એ દેશનાં તમામ રાજ્યોના ચીફ વાઇલ્ડલાઇફ વૉર્ડનને ૬ એપ્રિલે પત્રો પાઠવીને તેમને પ્રાણીસંગ્રહાલયોને મામલે હાઈ અલર્ટ રહેવાની તાકીદ કરીને ઝૂ-કીપર્સ/હૅન્ડલર્સને પ્રાણીઓની આસપાસની જગ્યામાં સલામતીનાં ઉપકરણો રાખવા જણાવ્યું છે.

અમેરિકાનાં ઘણાં અગ્રણી અખબારો અને આંતરરાષ્ટ્રીય સામયિકોમાં આવેલા અખબારી અહેવાલો અનુસાર ન્યુ યૉર્કના બ્રૉન્ક્સ ઝૂની વાઘણની કોવિડ-૧૯ માટે સારવાર ચાલી રહી છે. લેખોમાં જણાવવામાં આવ્યું છે કે જે-તે સમયે કોરોનાનાં લક્ષણો ધરાવનારા કૅરટેકર દ્વારા પ્રાણી વાઇરસના સંપર્કમાં આવ્યું હોય એ શક્ય છે.



સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના અધિકારીઓએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે તેઓ સીઝેડએની સૂચના અનુસાર પ્રાણીઓની સંભાળ લઈ રહ્યા છે અન પ્રાણીઓની સારસંભાળ લેનારી તમામ વ્યક્તિની કોરોના ટેસ્ટ કરાવશે.


એસજીએનપીના વેટરિનરી ઑફિસર ડૉ. શૈલેશ પેઠેએ જણાવ્યું હતું કે ‘અમે એસજીએનપી ખાતે રાખવામાં આવેલાં વન્ય પશુઓ માટે શક્ય તમામ શ્રેષ્ઠ તકેદારી રાખી રહ્યા છીએ. એમની કાળજી લેનારા ઍનિમલ કીપર્સ પણ ફરજ પર હાજર થતી વખતે જરૂરી તકેદારી રાખી રહ્યા છે. ઝૂનાં તમામ પ્રાણીઓ સંપૂર્ણપણે સાજાં છે અને અમે ઝીણવટપૂર્વક તેમના પર દેખરેખ રાખી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

08 April, 2020 07:40 AM IST | Mumbai | Arita Sarkar

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK