અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ પામનાર ભગવાન શ્રી રામના મંદિર માટે અમદાવાદમાં ગઈ કાલથી શરૂ થયેલા નિધિ અભિયાનમાં ૨૦ કરોડથી વધુની રકમનો ફાળો એકઠો થયો હતો.
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે ગઈ કાલે યોજાયેલા નિધિ સમર્પણ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે શ્રી રામ મંદિર નિધિ સમર્પણ સમિતિમાં નિધિ અર્પણ કરીને દાતાઓને ઉદાર હાથે દાન કરવા અપીલ કરી હતી.સુરતના ડાયમન્ડના વેપારી અને સમિતિ અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાએ ૧૧ કરોડ અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧ લાખ ૧૧ હજાર ૧૧૧ રૂપિયાનો ફાળો આપ્યો હતો.’
વટવામાં યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ કાર્યક્રમમાં રૂપિયા ૧ લાખનો ચેક શ્રી રામ મંદિરના નિર્માણ માટે આપ્યો હતો.
રામ મંદિરના નિર્માણ માટે ડોનેશન આપ્યું અક્ષય કુમારે
19th January, 2021 16:39 ISTશ્રીરામ નામ ગુજરાતીઓને વહાલું રે વહાલું; રામસેવક છે ગુજરાતીઓ
19th January, 2021 08:07 ISTTMC સાંસદનું માથું વાઢનારાને ૫ કરોડનું ઇનામ
14th January, 2021 16:31 ISTઅયોધ્યામાં ૧૧૦૦ કરોડના ખર્ચે રામમંદિર બનશે: ટ્રસ્ટ
29th December, 2020 10:26 IST