Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કૉંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું ડિબેટ દરમિયાન નિધન,આ હતા છેલ્લા શબ્દો

કૉંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું ડિબેટ દરમિયાન નિધન,આ હતા છેલ્લા શબ્દો

16 August, 2020 04:00 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

કૉંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગીનું ડિબેટ દરમિયાન નિધન,આ હતા છેલ્લા શબ્દો

રાજીવ ત્યાગી (ફાઇલ ફોટો)

રાજીવ ત્યાગી (ફાઇલ ફોટો)


કૉંગ્રેસ(Congress)ના રાષ્ટ્રીય પ્રવક્તા(Spoke person) રાજીવ ત્યાગી(Rajiv Tyagi)નું બુધવારે સાંજે હાર્ટ અટેક આવવાને કારણે નિધન થઈ ગયું છે. તે એક ચેનલની ડિબેટમાં પોતાના ઘરેથી જ ઑનલાઇન ચર્ચા કરી રહ્યા હતા. સાંજે લગભગ પાંચ વાગ્યે શરૂ થઈ. આ ડિબેટ શરૂ થતાં પહેલા જ રાજીવ ત્યાગી વારંવાર પાણી ગ્લાસમાં ભરી ભરીને પીતાં હતા. તેમની આ હરકત પર તેમની પત્ની સંગીતા ત્યાગી અને નાના દીકરા ધનંજયને શંકા થઈ.

ચેનલમાં થતી ડિબેટ દરમિયાન રાજીવ ત્યાગીના પરિવારના કોઇપણ સભ્ય તેમના રૂમમાં જતા નહોતા. ટીવી પર પતિને અસહજ જોયા બાદ તેમની પત્ની રાજીવના રૂમમાં ગઈ ત્યારે રાજીવે કહ્યું કે તે અસહજતા અનુભવે છે, એટલું કહેતાં જ તે ખુરશી પરથી પડી ગયા. તેમના દીકરા ધનંજયે દોડીને પાડોશમાં રહેતા એક ડૉક્ટરને બોલાવ્યા.



ડૉ. ચૌહાણે તરત સીપીઆર આપીને હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી. ત્યાર બાદ રાજીવ ત્યાગીના સાળા વિવેક, કમલકાંત, પત્ની સંગીતા અને દીકરો ધનંજય તેમ જ છોટૂ નામનો ડ્રાઇવર 6 વાગીને 2 મિનિટે કારમાં લઈને 6.10ના કૌશાંબીના યશોદા હૉસ્પિટલ પહોંચ્યા. ત્યાં ડૉક્ટર્સની ટીમે તરત રાજીવ ત્યાગીને આઇસીયૂમાં લઈ જઈ સીપીઆર આપ્યું.



યશોદા હૉસ્પિટલના સીઓઓ ડૉ. સુનીલ ડાગરે કહ્યું તે સાંજે સવા છ વાગ્યે રાજીવ ત્યાગીને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તપાસ બાદ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. રાતે લગભગ સવા આઠ વાગ્યે પરિવારના સભ્યો શબ હૉસ્પિટલમાંથી ઘરે લઈ આવ્યા. ત્યાર બાદ પરિવાર જનોએ તેમના પાર્થિવ શરીરને કાંચના બૉક્સમાં ઘરના એક રૂમમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું. પતિના નિધનથી દુઃખી પત્ની સંગીતા અને ધનંજય સહિત પરિવારના અન્ય સભ્યો પણ મોડી રાત સુધી પાર્થિવ શરીર પાસે જ બેઠા રહ્યા.

Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 04:00 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK