Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઠંડી થથરાવશે, આજે અને આવતીકાલે કોલ્ડવેવની આગાહી

ઠંડી થથરાવશે, આજે અને આવતીકાલે કોલ્ડવેવની આગાહી

02 February, 2019 11:40 AM IST |

ઠંડી થથરાવશે, આજે અને આવતીકાલે કોલ્ડવેવની આગાહી

ઠંડી થથરાવશે, આજે અને આવતીકાલે કોલ્ડવેવની આગાહી


રાજ્યમાં ઉત્તરાયણ બાદ પણ ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. ઉત્તર ભારતમાં થયેલી જબરજસ્ત હિમવર્ષાની અસર રાજ્યમાં પણ દેખાઈ રહી છે. શુક્રવારે 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું તો અમદાવાદમાં 10 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે હજી આવતીકાલ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અપર એર સર્ક્યુલેશનને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઝરમર વરસાદ પણ પડી શકે છે. સાથે જ ઠંડી પણ લોકોને ધ્રુજાવશે. આગામી બે દિવસમાં આખા રાજ્યમાં કોલ્ડવેવની આગાહી છે. અમદાવાદમાં પણ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.



આ પણ વાંચોઃ 48 કલાકમાં ગુજરાતમાં કોલ્ડ-વેવનો ચોથો રાઉન્ડ


હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી સરેરાશ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે. ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઇ શકે છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં કોલ્ડવેવની અસર વધુ જોવા મળી શકે તેવી સંભાવના છે.


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 11:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK