ચીનની પાવર કંપની ટીબીઈએલે ગુજરાતમાં ટ્રાન્સફૉર્મરનું ઉત્પાદન કરવા ૪૦ કરોડ ડૉલર (૨૦૦૦ કરોડ રૂપિયા)નું રોકાણ કરવાના સમજૂતીપત્ર પર સહી કરી હતી. જોકે કંપનીના બ્રોશરના ફ્રન્ટ પેજ પર ભારતના નકશામાં અરુણાચલ પ્રદેશને ચીનનો ભાગ બતાવવામાં આવ્યો હતો. ભારતના એક પત્રકારે આ વિશે ચીનના રાજદૂતની પ્રતિક્રિયા માગતાં ચીનના રાજદૂતે પ્રથમ તો એમ કહ્યું હતું કે આ તો ટેક્નિકલ બાબત છે. જ્યારે પત્રકારોએ આ વિશે સવાલો પૂછવાનું ચાલુ રાખતાં ચીનના રાજદૂતે મગજ ગુમાવતાં કહ્યું હતું કે શટ અપ.