Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૅબિનેટની બેઠકમાં ૩૦૦૦ કરોડના ખર્ચે વૉટર ગ્રિડ પ્રોજેક્ટ પાસ કરાયો

કૅબિનેટની બેઠકમાં ૩૦૦૦ કરોડના ખર્ચે વૉટર ગ્રિડ પ્રોજેક્ટ પાસ કરાયો

10 September, 2019 11:32 AM IST |
ધર્મેન્દ્ર જોરે

કૅબિનેટની બેઠકમાં ૩૦૦૦ કરોડના ખર્ચે વૉટર ગ્રિડ પ્રોજેક્ટ પાસ કરાયો

કૅબિનેટની બેઠકમાં ૩૦૦૦ કરોડના ખર્ચે વૉટર ગ્રિડ પ્રોજેક્ટ પાસ કરાયો


 મહારાષ્ટ્ર સરકારની કૅબિનેટે રાજ્યની ચૂંટણીઓ તથા આચારસંહિતા લાગુ થયા અગાઉ સોમવારે સંખ્યાબંધ નિર્ણયો લીધા હતા. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ કૅબિનેટે કુલ ૩૭ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ઉપરાંત રૂપિયા ૩૧૨૨ કરોડમાં વૉટર ગ્રિડ પ્રોજેક્ટ માટે ટેન્ડર મંજૂરી પણ આપવામાં આવી છે. 

રજૂ કરાયેલી દરખાસ્ત પૈકી એક દરખાસ્ત ઉદ્દેશ સરકારી આરોગ્ય સેવાઓને મજબૂત કરવાનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ સુધી સરકારને સેવા પૂરી પાડવાની બાંયધરી આપતા વિદ્યાર્થીઓ ડિગ્રી લેવલે મેડિકલ અૅડ્મિશનમાં ૧૦ ટકા ક્વોટા મેળવશે. એટલે કે રાજ્યની આશરે ૪૧૦ એમબીબીએસ બેઠકો એવા વિદ્યાર્થીઓને મળશે જે વિદ્યાર્થીઓ એફિડેવિટ પર પાંચ વર્ષ સુધી ગ્રામીણ પોસ્ટિંગની બાંયધરી આપશે.



આ પણ વાંચો:


વચન ભંગ થતાં વિદ્યાર્થીને તેમની ડિગ્રી નહીં મળે અને તેમનું રજિસ્ટ્રેશન, લાઇસન્સ રદ કરાશે. વળી તેમના પર મુકદ્દમો ચાલશે, જેમાં છ મહિનાની જેલ અને રૂ. ૨૫,૦૦૦નો દંડ થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2019 11:32 AM IST | | ધર્મેન્દ્ર જોરે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK