Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > CAA નો દેશભરમાં વિરોઘ: અમદાવાદમાં પ્રદર્શનકર્તાઓ પર પોલીસનો લાઠીચાર્જ

CAA નો દેશભરમાં વિરોઘ: અમદાવાદમાં પ્રદર્શનકર્તાઓ પર પોલીસનો લાઠીચાર્જ

Published : 19 December, 2019 04:19 PM | Modified : 19 December, 2019 05:12 PM | IST | Mumbai

CAA નો દેશભરમાં વિરોઘ: અમદાવાદમાં પ્રદર્શનકર્તાઓ પર પોલીસનો લાઠીચાર્જ

મુંબઇમાં પણ વિરોધ પ્રદર્શન

મુંબઇમાં પણ વિરોધ પ્રદર્શન


આજે દેશભરમાં નાગરિકતા કાયદાના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે. આસામથી આ વિરોધ પ્રદર્શનને હવે દેશભરમાંથી સમર્થન મળી રહ્યું છે. ગુરૂવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠમોએ બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતી. બિહારમાં રેલવે ટ્રેક જામ કરી દેવામાં આવ્યો છે. જ્યારે લખનઉમાં અનેક વિસ્તારોમાં પ્રદર્શન હિંસક જોવા મળ્યું હતું.

અમદાવાદમાં15થી વધુની અટકાયત
અમદાવાદના સરદારબાદ અને મિરઝાપુરમાં પોલીસે લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી. તેમજ પોલીસે 15થી વધુ લોકોની અટકાયત કરી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થતાં અગમચેતીના ભાગરૂપે સેકટર 1 જેસીપી અમિત વિશ્વકર્મા, ઝોન 2 ડીસીપી ધર્મેન્દ્ર શર્મા અને ટ્રાફિક ડીસીપી અજિત રાજ્યાણ પહોંચ્યા હતા. તેમજ લકી હોટલ પાસે પોલીસે પેટ્રોલિંગ સાથે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે રાજકોટ, વડોદરા, સુરતમાં બંધની નહીવત અસર છે. બીજી તરફ ગોધરા સજજડ બંધ છે. તેમજ પાલનપુરમાં દેખાવો થયા છે.





ભયનો માહોલ સર્જાતા વેપારીઓએ ટપોટપ દુકાનો બંધ કરી
આ ઉપરાંત ભયનો માહોલ સર્જાતા લાલ દરવાજા વિસ્તારમાં આવેલા રીલિફ રોડ અને તેની આસપાસના વિસ્તારોની દુકાનો બંધ કરીને વેપારીઓ નાસી છૂટ્યા હતા. તેમજ સરદાર બાગ પાસે પ્રદર્શનકારીઓએ વાહનો રોકતા ટ્રાફિક જામ થયો હતો. જેને પગલે પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

બેંગલુરૂના અનેક જિલ્લામાં 3 દિવસ માટે 144 કલમ લાગુ
મળી રહેલ માહિતી પ્રમાણે લખનઉમાં ઘણા વિસ્તારોમાં પોલીસની ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી હતી. તો દિલ્હીમાં સરકારે વોઇસ, SMS અને ઇન્ટરનેટની સુવિધા બંધ કરવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે.

અત્યાર સુધીનું અપડેટ

યુપી પોલીસે કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂની પરિવર્તન ચોક પર પ્રદર્શન સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે.

યુપીના લખનઉમાં ઘણા વિસ્તારોમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છ.લખનઉના હસનગંજમાં પ્રદર્શને હિંસકરૂપ ધારણ કર્યું છે, અહીંયા પોલીસની ગાડીઓમાં પણ આગ લગાવી દેવાઈ છે.

યુપીની રાજધાની લખનઉમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધો છે. પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો અને નારાબાજી કરી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓને અટકાવવા માટે પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા.

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી અને નોઈડા સાથે જોડનારા મહામાયા ફ્લાઈઓવરથી નોઈડા ગેટ સુધી અંદાજે 3 કિમી લાંબો જામ લાગી ગયો છે.

ચંદીગઢમાં CAA અને NRC વિરુદ્ધ સેક્ટર 20ની જામા મસ્જિદ પાસે ભેગા થયેલા મુસ્લિમ સમુદાયના લોકોએ છેલ્લી ઘડીએ પ્રદર્શન માર્ચ અટકાવી દીધી છે.

કોંગ્રેસ નેતા અને કાર્યકર્તાઓ પણ પ્રદર્શનમાં જોડાવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાં કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષીત તેમના પત્ની સહિત ઘણા કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરાઈ છે.

પ્રિયંકા ગાંધીએ આ અંગે સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે, દરેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ છે, મેટ્રો સ્ટેશન બંધ છે, કલમ 144 લાગુ છે. આજે સરકાર જનતાના અવાજથી એટલી ગભરાઈ છે કે તેમનો અવાજ દબાવી રહી છે.

રાજધાની દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે. અત્યાર સુધી રાજધાનીમાં 17 મેટ્રો સ્ટેશનને બંધ કરાયા છે. મોબાઈલ નેટવર્ક કંપની એરટેલના જણાવ્યા પ્રમાણે, સરકારે તેમને દિલ્હીના ઘણા વિસ્તારોમાં વોઈસ, SMS, ઈન્ટરનેટની સુવિધાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારના આદેશ બાદ આ સુવિધાઓને ફરી શરૂ કરવામાં આવશે.


 


દિલ્હી પછી લખનઉમાં પણ નાગરિતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મેટ્રો બંધ કરી દેવાઈ છે. પરિવર્તન ચોકથી માંડી કેડી સિંહ બાબુ મેટ્રો સ્ટેશન સુધી સાંજે પાંચ વાગ્યા સુધી મેટ્રો બંધ રહેશે.

પ્રદર્શન દરમિયાન કર્ણાટકના કુલબર્ગી વિસ્તારમાં પ્રદર્શન કરનારા 20 પ્રદર્શનકારીઓની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે લાલ કિલ્લા વિસ્તારમાં પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બેંગલુરુમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની ધરપકડ કરાઈ છે. આ વિસ્તારમાં પોલીસે કલમ 144 લાગુ કરી છે.

CAA વિરુદ્ધ દિલ્હીમાં પ્રદર્શન, 13 મેટ્રો સ્ટેશન બંધ કરાયા

રાજધાની દિલ્હીમાં પણ કાયદા વિરુદ્ધ લોકો પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે સામાન્ય લોકોને વાહનવ્યવહાર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનને ધ્યાનમાં રાખતા દિલ્હીમાં ઘણા મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવાયા છે.

ડીએમઆરસીએ જામિયા મિલિયા ઈસ્લામિયા, જસોલા વિહાર શાહીન બાગ, મુનિરકા, લાલ કિલ્લો, જામા મસ્જિદ, ચાંદની ચોક અને વિશ્વવિદ્યાલય મેટ્રો સ્ટેશન પર અવર જવર બંધ કરી દીધી છે. આ ઉપરાંત પટેલ ચોક, લોક કલ્યાણ માર્ગ, ઉદ્યોગ ભવન, આઈટીઓ, પ્રગતિ મેદાન અને ખાન માર્કેટ પર પણ અવરજવર બંધ કરાઈ છે. મુસાફરો આ મેટ્રો સ્ટેશન પર એન્ટ્રી અને એક્ઝિટ નહીં કરી શકે. આ ઉપરાંત આ સ્ટેશન પર મેટ્રો ટ્રેન પણ નહીં ઊભી રહે.

બંધના કારણે કર્ણાટકમાં પોલીસ તહેનાત. બેંગલુરુ, કલબુર્ગી, દક્ષિણ કન્નડ અને તેના આસપાસના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ (21 ડિસેમ્બર રાત સુધી) કલમ 144 લાગુ રહેશે. પ્રશાસને કલબુર્ગી જિલ્લામાં તમામ શાળા કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

દિલ્હીના જામિયાનગર અને સીલમપુર- ઉસ્માનાબાદ વિસ્તારમાં નાગરિકતા કાયદા અંગે હિંસક પ્રદર્શન બાદ પોલીસે શાંતિ સમિતિઓ સાથે બેઠક કરી. બુધવાર રાતે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરી.



મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. તેમણે નાગરિકતા કાયદો અને NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન કાયદા વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 December, 2019 05:12 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK