ન્યુ યૉર્કનું આકાશ એટલું ભૂરું થઈ ગયું કે સોશ્યલ મીડિયા પર એલિયન્સની અફવાએ જોર પકડ્યું

Published: 29th December, 2018 08:17 IST

નવાઈની વાત એ હતી કે આ નજારો કોઈ એકલદોકલ વિસ્તારનો નહોતો, સમગ્ર ન્યુ યૉર્ક જાણે નેવી બ્લુ ચાદર ઓઢી રહ્યું હોય એવું લાગતું હતું

ન્યૂયોર્કના આકાશમાં છવાયો વાદળી રંગ
ન્યૂયોર્કના આકાશમાં છવાયો વાદળી રંગ

ગુરુવારે સમી સાંજે અચાનક જ ન્યુ યૉર્કમાં આસમાનનો આછો વાદળી રંગ ઘેરાવા લાગ્યો. સાંજ ઢળતી ગઈ એમ વાદળી રંગ લિટરલી નેવી બ્લુ રંગમાં પરિણમવા લાગ્યો. નવાઈની વાત એ હતી કે આ નજારો કોઈ એકલદોકલ વિસ્તારનો નહોતો, સમગ્ર ન્યુ યૉર્ક જાણે નેવી બ્લુ ચાદર ઓઢી રહ્યું હોય એવું લાગતું હતું. રાતની રોશની શરૂ થઈ ત્યાં સુધીમાં લોકો પોતે જ્યાં હતા એ જગ્યાની આસપાસની ભૂરી ઝાંયવાળી તસવીરો ટ્વિટર પર શૅર કરવા લાગ્યા. સોશ્યલ મીડિયામાં જાણે ન્યુ યૉર્કની બ્લુ તસવીરોનો સાગર ઊમટ્યો, જે આભાસી ભૂરો રંગ હતો એટલે લગભગ બધાને એવું લાગવા લાગ્યું હતું કે જાણે વાદળ ચીરીને પરગ્રહવાસીઓ પૃથ્વી પર ઊતરી આવવાની તૈયારીઓ થઈ રહી છે. અચાનક કેટલીક જગ્યાઓએ વીજળી ડૂલ થઈ ગઈ હતી અને એને કારણે ઍરપૉર્ટ સુધ્ધાંની કામગીરી પર અસર થઈ હતી.

આ પણ વાંચોઃ સ્પૅનિશ કંપનીએ બનાવ્યું વાઇન ફ્લેવરનું પાણી, જેમાં આલ્કોહૉલ જરા પણ નથી

આખરે લાગતાવળગતા અધિકારીઓ દ્વારા આમ અચાનક આકાશ ભૂરું થઈ જવાનું કારણ જાહેર કરવામાં આવ્યું. થયું એમ હતું કે ક્વીન્સ શહેરના એક પાવર પ્લાન્ટમાં ટ્રાન્સફૉર્મરમાં મોટો ધડાકો થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK