Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્યે શરાબના નશામાં ચાર-ચાર ગન સાથે ડાન્સ કર્યો

ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્યે શરાબના નશામાં ચાર-ચાર ગન સાથે ડાન્સ કર્યો

11 July, 2019 07:42 AM IST | નવી દિલ્હી

ઉત્તરાખંડના બીજેપી ધારાસભ્યે શરાબના નશામાં ચાર-ચાર ગન સાથે ડાન્સ કર્યો

પ્રણવ સિંહ ચૅમ્પિયન

પ્રણવ સિંહ ચૅમ્પિયન


ઉત્તરાખંડમાં પોતાની અને પોતાની પાર્ટી બીજેપીમાંથી સસ્પેન્ડ ચાલી રહેલા ઉત્તરાખંડના સૌથી વિવાદાસ્પદ પ્રણવ સિંહ ચૅમ્પિયન ફરી એક વખત ચર્ચામાં છે. આ વખતે કોઈની સાથે મારપીટ કરવાના મામલામાં નહીં, પરંતુ દારૂના નશામાં એક-બે નહીં, પરંતુ ૪-૪ તમંચોની સાથે ડિસ્કો કરતા દેખાઈ રહ્યા છે.

પોતાના પગનું ઑપરેશન કરાવીને પોતાના ઘરે પાછા ફરેલા પ્રણવ સિંહ ચૅમ્પિયને પોતાના કેટલાક સમર્થકોની સાથે આ દાવત કયારે રાખી હતી એ સ્પષ્ટ થયું નથી, પરંતુ વિડિયો ૨થી ૩ દિવસ જૂનો લાગી રહ્યો છે. એમાં તેઓ માત્ર ઉત્તરાખંડ માટે જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા નથી, પરંતુ હાથમાંથી રિવૉલ્વર અને એક કાર્બાઇન લઈને ડાન્સ પણ કરી રહ્યા છે.



લાંબા-લાંબા ઘૂંઘટ કાહે કો ડાલપઆ ગીત વાગી રહ્યું હતું ત્યારે ધારાસભ્ય પ્રણવ સિંહ એક હાથમાં દારૂનો ગ્લાસ અને બીજા હાથમાં એક-બે નહીં, પરંતુ ૪-૪ પિસ્તોલ લઈને ડાન્સ કરી રહ્યા છે. એ સમયે તેમની સાથે તેમના કેટલાક સમર્થક પણ હાજર હતા.


પ્રણવ હથિયારોની સાથે ડાન્સ કરે છે ત્યારે તેમના સમર્થક તેમનાં વખાણ કરતાં એમ પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે આખા ઉત્તરાખંડમાં માત્ર તમે જ આમ કરી શકો છો. ત્યાર બાદ ધારાસભ્ય પ્રણવ ખુદ કહે છે કે ઉત્તરાખંડ જ નહીં, આખા દેશમાં કોઈ કરી શકે નહીં, જેવું તેઓ કરી રહ્યા છે. ત્યાર બાદ જે રાજ્યમાંથી તેઓ ધારાસભ્ય છે, જે પ્રજાએ તેમને પસંદ કરીને મોકલ્યો છે એ ઉત્તરાખંડ માટે તેઓ અભદ્ર ભાષા અને ગાળો બોલે છે.

આ પણ વાંચો : અક્ષય કુમાર અને વિરાટ કોહલી કરતા ફિટ છે પીએમ મોદી, આ રિપોર્ટમાં ખુલાસો


જૂનમાં ભારતીય જનતા પાર્ટીના ઉત્તરાખંડના ખાનપુરથી ધારાસભ્ય પ્રણવ સિંહ ચૅમ્પિયન પાર્ટીથી ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 07:42 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK