અક્ષય કુમાર અને વિરાટ કોહલી કરતા ફિટ છે પીએમ મોદી, આ રિપોર્ટમાં ખુલાસો
ફાઈલ ફોટો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટનેસ બાબતે અક્ષય કુમાર અને વિરાટ કોહલીને પાછળ મુકી દિધા છે. વડાપ્રધાને દેશમાં યુવાઓને ફિટનેસ માટે પ્રેરિત કરવા મામલે બોલીવુડ એક્ટર અક્ષય કુમાર અને ટીમ ઈન્ડિયના ફિટેસ્ટ પ્લેયર અને સ્કિપર વિરાટ કોહલીને પાછળ મુક્યા છે. એક સર્વે અનુસાર બહાર આવ્યું છે જે મેડિકલના સાધનો બનાવતી કંપની દ્વારા કરાવવામાં આવ્યો હતો. આ સર્વેમાં 2019માં ટોપ 30 હેલ્થ એન્ડ ફિટેનેસ ઈન્ફલ્યુઅર્સની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં જેમના નામ છે તેમની પર ભારતીય પેઢી ફિટનેસને લઈને વિશ્વાસ કરે છે.
આ યાદીમાં બોલીવુડ સેલિબ્રિટિઝ સાથે ઘણા સ્પોર્ટ્સ પર્સન્સનો પણ સમાવેશ થાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ બધાને પાછળ મુકતા આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલા સ્થાને છે. ફિટનેસ માટે યુવાઓને પ્રેરણા આપવા મામલે નરેન્દ્ર મોદી પછી બીજા સ્થાને અક્ષય કુમાર છે જ્યારે ત્રીજા સ્થાને બાબા રામદેવ છે. વડાપ્રધાન સતત બીજીવાર આ સર્વેની યાદીમાં પહેલા સ્થાને રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી
આ યાદીમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ચોથા જ્યારે પૂર્વ કેપ્ટન ધોની પાંચમાં સ્થાને છે. યૂથ આઈકોન એક્ટર રણવીર સિંહ આ યાદીમાં સાતમા સ્થાને છે. એક્ટ્રેસની વાત કરીએ તો દીપિકા પાદૂકોણ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, શિલ્પા શેટ્ટી અને જેક્લિન ફર્નાન્ડિઝનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલીવુડ એક્ટ્રેસ ઘણી વાર પોતાના ફિટનેસ વીડિયોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.