Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદે કરાઈ બાળાસાહેબ થોરાતની નિયુક્તિ

કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદે કરાઈ બાળાસાહેબ થોરાતની નિયુક્તિ

14 July, 2019 11:02 AM IST | મુંબઈ

કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદે કરાઈ બાળાસાહેબ થોરાતની નિયુક્તિ

કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદે કરાઈ બાળાસાહેબ થોરાતની નિયુક્તિ

કૉન્ગ્રેસ પ્રદેશ અધ્યક્ષપદે કરાઈ બાળાસાહેબ થોરાતની નિયુક્તિ


લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થવાથી રાજીનામું આપનારા અશોક ચવાણને સ્થાને કૉન્ગ્રેસ પક્ષ દ્વારા શનિવારે રાજ્યના નવા પ્રદેશાધ્યક્ષ તથા પાંચ કાર્યકારી અધ્યક્ષનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. બાળાસાહેબ થોરાતને પ્રદેશાધ્યક્ષ તો નીતિન રાઉત, બસવરાજ પાટીલ, વિશ્વજિત કદમ, યશોમતી ઠાકુર અને મુઝફ્ફર હુસૈનને કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સિવાય પક્ષ દ્વારા વિવિધ કામકાજ સમિતિઓમાં પણ પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી જેમાં નેતાઓ સહિત નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે.

આ પણ જુઓઃ કાર્ટૂન્સ કે જે તમને યાદ અપાવશે તમારા બાળપણની



લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કારમો પરાજય થયા બાદ પ્રદેશાધ્યક્ષ અશોક ચવાણે રાજીનામું આપી દીધું હતું. એ પછી કેટલાક દિવસ કૉન્ગ્રેસ પ્રદેશાધ્યક્ષની જવાબદારી બાળાસાહેબ થોરાતને સોંપાય એવી ચર્ચા હતી. આખરે શનિવારે રાત્રે કેન્દ્રીય કમિટીએ તેમની તથા અન્ય કમિટીઓના પદાધિકારીઓની નિમણૂકનો પરિપત્ર બહાર પાડ્યો હતો.
જાહેરનામા સમિતિના અધ્યક્ષપદે પૃથ્વીરાજ ચવાણની નિયુક્તિ કરાઈ હોવાથી ડૉ. ભાલચંદ્ર મુણગેકરની નિમંત્રક તરીકે નિયુક્તિ કરાઈ છે. પ્રચાર સમિતિનું અધ્યક્ષપદ નાના પાટોલેને સોંપાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2019 11:02 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK