Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચવાણ મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપી બનાવવા પીએમ સમક્ષ રજૂઆત કરશે

ચવાણ મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપી બનાવવા પીએમ સમક્ષ રજૂઆત કરશે

06 August, 2012 05:29 AM IST |

ચવાણ મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપી બનાવવા પીએમ સમક્ષ રજૂઆત કરશે

ચવાણ મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને ઝડપી બનાવવા પીએમ સમક્ષ રજૂઆત કરશે


chavan-pmકેન્દ્ર સરકારની વિવિધ મંજૂરીને અભાવે મુંબઈના મહત્વના પ્રોજેક્ટ જેવા કે શિવડીથી ન્હાવા-શેવાને જોડતો મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ), નવી મુંબઈ ઍરપોર્ટ, મેટ્રો રેલવે તથા કોસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ ખોરંભે ચડ્યા છે. કોઈ પણ નિર્ણય ઝડપથી લેવામાં નથી આવતા એવા આરોપોનો જવાબ આપવા માટે પણ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણે કમર કસી છે.

કેન્દ્ર સરકારના એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સના અભાવે ચારકોપ-બાંદરા- માનખુર્દ મેટ્રો-૨નું કામ અટકી પડ્યું છે. અલીબાગથી વિરાર સુધીના કૉરિડોર માટે પણ કેન્દ્રની સહાય માગવામાં આવી છે. આ સમગ્ર ૧૮૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે મુંબઈનો વિકાસ કરતી સંસ્થા એમએમઆરડીએએ ૧૨૬૧ હેક્ટર જમીનનું સંપાદન કરવું પડશે. એમટીએચએલ તથા કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે પણ કેન્દ્રએ કેટલાક એન્વાયર્નમેન્ટ લૉમાં સુધારા કરવા પડશે  તેમ જ ખાડીઓના પુરાણ માટે પણ મંજૂરી આપવી પડશે.



એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી


 


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK