અલીબાબા સમૂહ પર ચીનના આક્રમક તેવર પછી ગાયબ થયેલા ચીની અરબપતિ જૅક મા બુધવારે એકાએક વિશ્વ સામે પ્રગટ થઇ ગયા છે. તે એક વીડિયો કૉન્ફ્રેન્સમાં દેખાયા છે. રિપૉર્ટ્સ પ્રમાણે તે છેલ્લા બે મહિનાથી ગાયબ હતા. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ન્યૂઝના મુખ્ય રિપૉર્ટર કિંગકિંગ ચેને એક ટ્વીટ કરીને કહ્યું, "જૅક મા ગાયબ નથી થયા. આ જુઓઃ માએ બુધવારે સવારે 100 ગામના શિક્ષકો સાથે એક વીડિયો કૉન્ફ્રેન્સ કરી, જેમાં કહેવામાં આવ્યું કે કોરોના પછી, અમે એકબીજાને ફરીથી મળશું."
ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટરે આગળ કહ્યું કે જૅક મા વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા દેશના 100 ગ્રામીણ શિક્ષકો સાથે વાતચીત કરી. એક સમયે અંગ્રેજીના શિક્ષક રહી ચૂકેલા જૅક માએ બુધવારે એક વીડિયોના માઘ્યમે ગામના શિક્ષકોને પણ શુભેચ્છાઓ આપી હતી. ચીનની સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સે આને લઈને એ વીડિયો પણ શૅર કર્યો છે. આમાં જૅક માને બધાને સંબોધિત કરતા જોઇ શકાય છે. જૅક મા સામાન્ય રીતે દર વર્ષે સાન્યા, હૈનાનના ગ્રામીણ શિક્ષકો સાથે વાતચીત કરે છે, પણ કોરોના મહામારીને કારણે, આ બેઠક આ વર્ષે વીડિયો કૉન્ફ્રેન્સિંગના માધ્યમે થઈ.
રિપૉર્ટ્સ પ્રમાણે જૅક માએ ગયા વર્ષે ઑક્ટોબરમાં કોઇક મુદ્દે ચીની સરકારની ટીકા કરી હતી. તેમણે એક ભાષણમાં ચીનના નિયામકો અને રાજ્યોના સ્વામિત્વવાળા બેન્કોની તેમના 'પછાતપણા' માટે ટીકા કરી હતી. ત્યાર પછી ચીની સરકારે તેમના વ્યાપારિક સામ્રાજ્ય પર આક્રમક વલણ અપનાવ્યું હતું. તે રહસ્યમયી રીતે લોકોના ધ્યાનમાંથી ગાયબ થઈ ગયા હતા. માને રિયાલિટી ટીવી શૉ આફ્રિકા બિઝનેસ હીરોઝ (Africa's Business Heroes) ના સીઝન ફિનાલેમાં એક સ્ટાર જજ તરીકે સામેલ થવાનું હતું. આ રિયાલિટી શૉ તેમની કંપનીનું છે. તે આ શૉમાંથી બહાર થઈ ગયા અને આનું પ્રસારણ અટકાવી દેવામાં આવ્યું.
છોકરીએ છોકરાને કરી એવી Kiss, કે છોકરો હંમેશા માટે થઈ ગયો ગૂંગો, વાંચો
26th February, 2021 13:05 ISTભાગેડુ નીરવ મોદીની થશે ભારત વાપસી
26th February, 2021 11:01 ISTબ્રાઝિલમાં બે જોડિયા બહેનોએ એકસાથે કરાવી લિંગ-પરિવર્તનની સર્જરી
26th February, 2021 09:27 ISTપિન્ક કલર પ્રત્યે વળગણ ધરાવતી આ મહિલા રિયલ લાઇફમાં બાર્બી બની ગઈ
26th February, 2021 08:43 IST