મારા પ્રેમીને છે HIV, પગલાં લો-મહિલાએ અભયમ હેલ્પલાઈનમાં કરી ફરિયાદ

Updated: 15th October, 2019 12:38 IST | અમદાવાદ

રાજ્યમાં મહિલાઓ માટે કાર્યરત અભયમ હેલ્પલાઈનને એક મહિલાએ તેનો પ્રેમી HIVથી પીડિત હોવાની ફરિયાદ કરી છે. સાથે તેના પર પગલાં લેવાની માંગ કરી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વસ્ત્રાપુરમાં રહેતા 37 વર્ષના મહિલા અભયમ હેલ્પલાઈનમાં છેતરપિંડીની ફરિયાદ કરી. મહિલાએ કાઉન્સેલરને કહ્યું કે તેનો પૂર્વ સહકર્મચારી કે જેને તે પ્રેમ કરે છે, તે HIV પોઝિટિવ છે. તેણે આ વાત મહિલાથી છુપાવી હતી જેના કારણે મહિલાને પણ તેનો ચેપ લાગ્યો છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના પાર્થ શાસ્ત્રી સાથે વાત કરતા કાઉન્સેલરે કહ્યું કે, "મહિલાએ તેના પ્રેમીને આ વાત માટે માફ કરી દીધો હતો પરંતુ તેણે બીજી મહિલા માટે તેની સાથે દગો કરતા તે સહન ન કરી શકે. મહિલાએ કહ્યું કે તે નથી ઈચ્છતી કે બીજી મહિલાનું નસીબ પણ તેના જેવું હોય."

અભયમના અધિકારીઓના પ્રમાણે પારૂલના 12 વર્ષથી લગ્ન થયા હતા. તે હાલ 40 વર્ષ જેની ઉંમર છે તે વ્યક્તિના સંપર્કમાં તેની આગળની નોકરી દરમિયાન આવી. તે તેના પ્રેમમાં પડી ગઈ. મહિલાએ તેની સાથે લગ્નતેર સંબંધો રાખ્યા હતા. તેનો પ્રેમી પણ પરિણીત હતો. મહિલાને બે બાળકો છે. તેને તપાસ દરમિયાન ખબર પડી કે તેને HIV થયો છે. જે બાદ તેણે તેના પ્રેમીને પુછતા તેણે કબૂલાત કરી કે તેણે આ વાત છુપાવી હતી.

અપરાધભાવના હેઠળ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા અને બંને બાળકો તેના પતિ પાસે જ છે. પોતે કમાતી હોવાથી મહિલાએ એકલા રહેવાનું શરૂ કર્યું અને પ્રેમી સાથે સંબંધો ચાલુ રાખ્યો. હાલમાં, તેના પ્રેમીએ મળવાનું ઓછું કર્યું અને સંબંધો ખતમ કરી નાખ્યું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મહિલાને તપાસ કરતા ખબર પડી કે તેનો પ્રેમી બીજા કોઈ સાથે સંબંધોમાં છે.

આ પણ જુઓઃ 'દિકરી વ્હાલનો દરિયો' ફૅમ બીજલને આવા અવતારમાં તમે ક્યારેય નહીં જોઈ હોય!

મહિલાએ તેના પ્રેમીના માતા-પિતાનો પણ સંપર્ક કર્યો અને તેમને મનાવવાનો પ્રયાસ કર્યો. તેના કેટલાક વર્ષોથી છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ તેના માતા-પિતાએ મહિલાની વાત ન સાંભળતા તેણે અભયમ હેલ્પલાઈનમાં ફોન કર્યો. જે બાદ તેણે સોલા પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો છે.

First Published: 15th October, 2019 12:29 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK