Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દેશનો પહેલો ટ્રાન્સજેન્ડર પાયલટ જે ઉડાવશે વિમાન, જાણો તેની દાસ્તાન

દેશનો પહેલો ટ્રાન્સજેન્ડર પાયલટ જે ઉડાવશે વિમાન, જાણો તેની દાસ્તાન

13 October, 2019 01:33 PM IST | મુંબઈ

દેશનો પહેલો ટ્રાન્સજેન્ડર પાયલટ જે ઉડાવશે વિમાન, જાણો તેની દાસ્તાન

એડમ હેરી

એડમ હેરી


એડમ હેરી જલ્દી જ દેશના પહેલા ટ્રાન્સજેન્ડર કૉમર્શિયલ પાયલટ બનશે. તેમનું વિમાન ઉડાડવાનું જલ્દી જ પુરું થવાનું છે. કેરાલા સરકારે 20 વર્ષના હેરીને કમર્શિયલ લાયસન્સના ભણતરમાં આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો છે. ટ્રાન્સજેન્ડર હોવાના કારણે હેરીને ઘરના લોકોએ ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા.

હેરીનો ઉદેશ હતો કે દેશના પહેલા ટ્રાન્સજેન્ડર એરલાઈન પાયલટ બને જેથી તેના જેવા લોકો પણ પોતાના સપના પુરી કરવાની પ્રેરણા મેળવી શકે. તેની પાસે ખાનગી પાયલેટ લાયસન્સ છે પરંતુ યાત્રી વિમાન ઉડાવવા માટે તેણે કમર્શિયલ લાયસન્સની જરૂર છે. પરિવાર દ્વારા કાઢી મુકવામાં આવ્યા બાદ તેનની પાસે ફી ચુકવવા માટે પૈસા નથી. અહેવાલો પ્રમાણે, તેની 3 વર્ષની તાલિમમાં લગભગ 23.34 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.

પહેલા ટ્રાન્સજેન્ડર પાયલટ
હેરીએ કહ્યું કે હું એક ખાનગી પાયલટનું લાયસન્સ મેળવવાનારો હું  પહેલા ટ્રાન્સજેન્ડર છે. હું ભારતમાં કૉમર્શિયલ પાયલટની તાલિમને આગળ વધારવાની યોજના બનાવી રહ્યો છું. આ માટે કેરાલા સરકારે મને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. હું તેનાથી ખૂબ જ ખુશ છું. હવે હેરી તિરૂવનંતપુરમના રાજીવ ગાંધી એવિએશન ટેક્નોલોજી એકેડમીમાં આગળનો અભ્યાસ ચાલુ રાખશે. કોર્સ પૂરો કર્યા બાદ હું જ્યારે ભારત પાછો આવ્યો ત્યારે મારા માતા-પિતાને મારા ટ્રાન્સજેન્ડર હોવાની ખબર પડી અને તેમણે મને નજરબંધ કરી દીધો. લગભગ એક વર્ષ સુધી હું ઘરમાં નજરબંધ રહ્યો.

ઘરમાં કરવામાં આવ્યો નજરબંધ
હેરીએ આગળ કહ્યું કે પરિવારજનો દ્વારા ઘરમાં નજરબંધ કરવા દરમિયાન મને માનસિક અને શારીરિક રૂપે બેરહેમીથી ટૉર્ચર કરવામાં આવ્યું. એટલે મે નિર્ણય કર્યો કે મારે ઘર છોડી દેવું છે અને નવા જીવનની શરૂઆત કરવાની છે. હું ઘરેથી ભાગીને  અર્નાકુલમ પહોંચ્યું. હું ભાગ્યશાળી હતો કે મારી મુલાકાત જે શખ્સ સાથે થઈ તે ટ્રાન્સજેન્ડર હતો. મારી પાસે પણ રહેવા માટે ઘર નહોતું, હું રેલવે અને બસ સ્ટેશન પર સુતો હતો.

જ્યૂસની દુકાન પર કામ કર્યું કામ
હેરીએ જણાવ્યું કે તેણે કમાવા માટે એક જ્યૂસની દુકાન પર કામ કર્યું. મે અનેક વિમાન એકેડમીમાં પણ પાર્ટ ટાઈમ કામ કર્યું પરંતુ મારા ટ્રાન્સજેન્ડર હોવાના કારણે તે મને સારું વેતન દેવા માટે તૈયાર નહોતું. જે બાદ મારી કહાની મીડિયામાં આવી. જે બાદ કલ્યાણ વિભાગે મારા સારા જીવન માટે સન્માનજનક નોકરીની સિફારીશ કરી. જે બાદ મારી શિષ્યવૃતિ મંજૂર કરવામાં આવી અને હું મારું સપનું પુરું કરીશ.


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 01:33 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK