8 વર્ષનો બાળક પહોંચ્યો ઓસ્ટ્રેલિયાના સૌથી ઉંચા પર્વતના શિખર પર

Published: 23rd December, 2018 21:37 IST

સમન્યૂ અનુસાર તે અત્યાર સુધી 4 પર્વત ચઢી ચુક્યો છે. અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું કે તે હવે જાપાનનાં માઉન્ટ ફૂઝીની ટોચ પર પહોંચવા માંગે છે.

સમન્યૂએ સૌથી ઓછી ઉમરમાં 4 પર્વત સર કર્યા છે.
સમન્યૂએ સૌથી ઓછી ઉમરમાં 4 પર્વત સર કર્યા છે.

આફ્રિકાના  સૌથી  ઉંચા પર્વત સર કર્યા બાદ  હૈદરાબાદના સમન્યૂ પોઠુરાજે હવે નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 8 વર્ષની ઉમરે સમન્યૂએ ઓસ્ટ્રેલિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ કોસિયસકોકોની ટોચ પર પહોંચ્યો છે.  આ સાથે જ સમન્યૂએ સૌથી ઓછી ઉમરે આ પર્વતની ટોચ પર પહોચવાનો રેકોર્ડ બનાવ્યો છે. સમન્યૂ તેની માતા લવન્યા અને બહેન સહિત 5 લોકોની ટીમ સાથે 12 ડિસેમ્બરે આ પર્વતની ટોચ પર પહોંચ્યો હતો.

સમન્યૂ અનુસાર તે અત્યાર સુધી 4 પર્વત ચઢી ચુક્યો છે. અને ભવિષ્યની યોજનાઓ વિશે પણ જણાવ્યું હતું કે તે હવે જાપાનનાં માઉન્ટ ફૂઝીની ટોચ પર પહોંચવા માંગે છે. સમન્યૂ એર ઓફિસર બનવા માંગે છે.

હૈંડલૂમને પ્રમોટ કરવા માટે સમન્યૂ અને પર્વત પર ચડનાર ટીમે તેલંગાણા હૈંડલૂમના કપડા પહેર્યા હતાં . સમન્યૂની માતા લવણ્યાએ જણાવ્યુ હતું કે, 'દર વખતે અમારી ટીમ તેમના લક્ષ્યને પૂરા કરવાની યોજના બનાવે છે. અમે હમેશા કોઈ કારણને સમર્થન આપવા પર્વતો પર ચઢાણ કરીએ છીએ. આ વખતે અમે હથકરઘા બુનકરોનું સમર્થન કરવાની યોજના બનાવી હતી.'

 જણાવી દઈકે  સમન્યૂએ માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ માતા, કોચ અને અન્ય સભ્યોની ટીમ સાથે તાંજાનિયાના માઉન્ટ કિલિમાન્જરોના ઉહુરુના શિખર પર પહોંચીને રેકોર્ડ બનાવ્યો હતો. આ વખતે 2 એપ્રિલ 2018ના તેણે સમુદ્રની સપાટીથી 5895 મીટરની ઉંચાઈએ ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. આ પહેલા સૌથી નાની ઉમરે પર્વત શિખર પર પહોંચવાનો રેકોર્ડ અમેરિકાના મોન્ટન્ના કેન્નેના નામે હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK