Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : 3 આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : 3 આતંકીઓ ઠાર

28 March, 2019 12:38 PM IST | જમ્મુ કશ્મીર

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : 3 આતંકીઓ ઠાર

File Photo

File Photo


જમ્મુ કાશ્મીરમાં ફરી માહોલ તંગ બન્યો છે. આજે ગુરૂવારે સવારથી જ જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઇ હતી. હંદવાડા અને શોપિયા વિસ્તારમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી હતી. આ અથડામણમાં સેનાને મોટી સફળતા મળી હતી. સુરક્ષા જવાનોએ જમ્મુના શોપિયાના કેલ્લર વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.





CRPF, આર્મી અને જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા આતંકીઓને ઠાર મારવા માટે સંયુકત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુરક્ષાબળના જવાનોને મોટી સફળતા મળી છે. જયારે આ વિસ્તારમાં અન્ય 4 થી 6 આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે, ત્યારે સુરક્ષા જવાનોએ પણ આ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફહંદવાડામાં પણ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ છે. જેમાં સેનાએ 2 આતંકીઓને ઘેર્યા હોવાના સમાચાર મળ્યા છે. સુરક્ષા જવાનોએ આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓનો ખાતમો બોલાવવા માટે સુરક્ષા જવાનોએ કાર્યવાહી હાથ ધરી છે. જમ્મૂના શોપિયાં જિલ્લામાં કેલર વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યાં છે.

આ પણ વાંચો : મુંબઈ-સિંગાપોર ફ્લાઇટને મળી બૉમ્બથી ફૂંકી મારવાની ધમકી

સુરક્ષા જવાનો ભારે માત્રામાં આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કર્યાં છે. ઘાટીમાં સેનાએ આતંકીઓ સામે ઓપરેશન ઓલ આઉટ હેઠળ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં શોપિયામાં સુરક્ષાદળને મોટી સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે બુધવારે શોપિયા જિલ્લામાં આતંકીઓએ એક યુવકની ગોળી મારી હત્યા કરી દીધી. પોલીસે આ અંગેની જાણકારી આપી હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2019 12:38 PM IST | જમ્મુ કશ્મીર

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK