Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > વૉટ્સએપમાં આવી રહ્યું છે એ ફીચર જેની લોકો જોઈ રહ્યા હતા રાહ...

વૉટ્સએપમાં આવી રહ્યું છે એ ફીચર જેની લોકો જોઈ રહ્યા હતા રાહ...

30 October, 2019 07:42 PM IST | મુંબઈ ડેસ્ક

વૉટ્સએપમાં આવી રહ્યું છે એ ફીચર જેની લોકો જોઈ રહ્યા હતા રાહ...

વૉટ્સએપમાં આવી રહ્યું છે એ ફીચર જેની લોકો જોઈ રહ્યા હતા રાહ...


વૉટ્સએપ મલ્ટી ડિવાઇસ સપોર્ટ, એક એવું ફીચર છે જેની રાહ કેટલાય વૉટ્સએપ યૂઝર્સ જોઈ રહ્યા છે. આ ફીચર આવ્યા પછી આ પણ ફેસબુકની જેમ એક સાથે એકથી વધુ ડિવાઇસમાં એકસાથે કામ કરશે.

વૉટ્સએપ સાથે કેટલીક લિમિટેશન્સ છે. જેમ કે, તમે આમાં ફેસબુકની જેમ અકાઉન્ટ નથી બનાવી શકતાં. એક અકાઉન્ટને એક સમયે ફક્ત એક જ ડિવાઇમાં વાપરી શકો છો. કેટલીક વાર એવું થાય કે તમે બે સ્માર્ટફોન વાપરતાં હોવ, અથવા એક સ્માર્ટફોન અને એક ટેબ વાપરતાં હોવ. આવી સ્થિતિમાં તમને વૉટ્સએપ માટે પ્રાઇમરી ફોનની મદદ લેવી પડે છે.



થોડાંક સમય પહેલા આવેલી એક રિપોર્ટ આવી હતી જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે વૉટ્સએપમાં મલ્ટી ડિવાઇસ સપોર્ટ આપવામાં આવશે. આ રિપોર્ટમાં નવા ડેવલપમેન્ટ વિશે હવે જાણી લઈએ. વૉટ્સએપ સાથે જોડાયેલા ફીચર્સનું ટ્રેક WABetainfoની એક નવી રિપોર્ટ પ્રમાણે વૉટ્સએપ એક નવું ફીચર ડેવલપ કરી રહ્યો છે.


આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ

રિપોર્ટ પ્રમાણે વૉટ્સએપના નવા ફીચરમાં એક વૉટ્સએપ અકાઉન્ટમાં એકથી વધુ ડિવાઇસ એજ કરવાનું ઑપ્શન હશે. એટલું જ નહીં એક સાથે અલગ અલગ સ્માર્ટફોન પર એક વૉટ્સએપ અકાઉન્ટ વાપરી શકાશે. જો કે, આનાથી પ્રાઇવસી પર કોઇ અરસ નહીં પડે, કારણકે આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ફીચર છતાં ચેટ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે. હાલ વૉટ્સએપ તરફથી આ વિષયે ઑફિશિયલ નથી કરવામાં આવ્યું. જો કે લગભગ આ નક્કી થઈ ચૂક્યું છે કે વૉટ્સએપ આઇપેડ માટે એક ખાસ વર્ઝન બનાવી રહ્યું છે. WABetainfoએ એક ટ્વીટમાં કહ્યું કે મલ્ટી ડિવાઇસ ફીચર હેઠળ એક સાથે આઇફોન અને આઇપેડમાં વૉટ્સએપ એક અકાઉન્ટ દ્વારા વાપરી શકાશે, પણ આ ફીચર ત્યારે જ આવશે જ્યારે વૉટ્સએપનું આઇપેડ વર્ઝન તૈયાર થશે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 07:42 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK