Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

30 August, 2020 07:18 AM IST | Mumbai
Ashish Raval and Pradyuman Bhatt

સાપ્તાહિક રાશિભવિષ્ય: ક્લિક કરીને વાંચો શું છે તમારી રાશિમાં ખાસ

રાશિફળ

રાશિફળ


મેષ (અ,લ,ઇ) : સગાંસંબંધી, મિત્રવર્ગના વ્યવહારમાં સંબંધ સચવાય. જૂના તેમ જ નવાં સ્મરણો તાજા થાય. નવા કામકાજમાં વિચારોમાં અટવાયેલા રહો. હાલમાં ચાલતા ગણેશોત્સવના કાર્યક્રમમાં નિત્ય પૂજા-અર્ચના કરવી.

વૃષભ (બ,વ,ઉ) : આગામી સપ્તાહ સખત મહેનતનો સમય ગણાવી શકાય. આપનો પરિવાર તેમ જ સામાજિક જવાબદારીને કારણે આપ વ્યસ્ત રહેશો. બૌદ્ધિક જ્ઞાન અને માનસિક ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત જણાય. નિત્ય ગણેશજી તથા લક્ષ્મીજીની ઉપાસના ફળે.



મિથુન (ક,છ,ઘ) : અનેકવિધ રીતે પ્રગતિ થતાં રૂકાવટ આવે. તમારા સ્વભાવમાં અચાનક પરિવર્તન આવે. આપના ઘર કે ઑફિસમાં ઇલેક્ટ્રિક કરંટ લાગવાના અશુભ બનાવ બની શકે. ભાદરવો માસ ચાલતો હોવાથી નિત્ય પીપળે જળ અર્પણ કરી પ્રદક્ષિણા કરવી.


કર્ક (ડ,હ) : આગામી સપ્તાહમાં આપની મૂંઝવણનો અંત આવશે. આધ્યાત્મિક કાયદાકીય અથવા ભૌતિક બાબતોમાં લોકો પાસેથી સાચી સલાહ મળશે. પ્રેમ-પ્રણય અને રોમાન્સના ક્ષેત્રમાં ઘણી હકારાત્મક અસર જોવા મળશે. નિત્ય શિવજીને જળ અવશ્ય ચડાવવું.

સિંહ (મ,ટ) : નવા સપ્તાહની શરૂઆતમાં માન-સન્માન, કીર્તિ સારી મળશે. નોકરિયાત વર્ગને પગાર ઉપરાંત અનેકવિધ લાભ થવાની સંભાવના. નાણાકીય ચિંતાનો અંત આવી શકે. દરરોજ  વડીલોનાં ચરણસ્પર્શ કરીને દિનારંભ કરવો.


કન્યા (પ,ઠ,ણ) : લાંબા ગાળાની યોજનાઓમાં રોકાણ કરવાથી ફળે. ફક્ત અને ફક્ત સ્ત્રીવર્ગ આપને ઉપયોગી નીવડે. હઠીલા દર્દોથી સંભાળવું. જૂના મિત્રનો વિરહ આવી શકે. કુળદેવી ઉપાસના નિશ્ચિત રીતે ફળે.

તુલા (ર,ત) : આકસ્મિક ધનપ્રાપ્તિના યોગ પ્રબળ બને. નોકરિયાત વર્ગને આર્થિક લાભ સાથે પ્રમોશનની સંભાવના. વિજાતીય પાત્રનું આકર્ષણ વધે. ફક્ત અને ફક્ત લક્ષ્મી ઉપાસના વિશેષ ફળદાયી નીવડે.

વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન થશો. શત્રુઓ તમારા શરણમાં આવશે. સરકારી કાયદાકીય બાબતોમાં અટવાઈ જશો. મોસાળ પક્ષની સામાજિક જવાબદારી આવી પડે. દરરોજ ગણેશજીની ઉપાસના કરવી.

ધન (ભ,ધ,ફ,ઢ) : પરિવારમાં શુભ અવસર આવે. બગડેલી તબિયત કંઈક અંશે સુધરે. જૂના મિત્રો દ્વારા ધનલાભ થઈ શકે. નિત્ય સુરાપુરા દેવને દીવો કરવો.

મકર (ખ,જ) : આગામી સપ્તાહમાં સકારાત્મક વિચારોના લીધે સમય સારો પસાર થાય. કોઈ પણ મહત્વની બાબતમાં ઉતાવળીયો નિર્ણય લેવો નહીં. વડીલો સાથે મનદુઃખ ન કરવું. આરોગ્ય અંગે વધુ તકેદારી રાખવી હિતાવહ. નિત્ય કૂતરાને બિસ્કિટ ખવડાવવા.

કુંભ (ગ,સ,શ) : આગામી સપ્તાહ આનંદમાં પસાર થાય. વિદ્યાર્થીગણે વિદ્યા-અભ્યાસમાં વધુ સંભાળવું. આવક કરતાં જાવક વધી જાય. નજીકના સગા દ્વારા આર્થિક નુકસાની આવી શકે. નિત્ય હનુમાન ચાલીસાના પાઠ કરવા.

મીન (દ,ચ,ઝ,થ) : વ્યાજ-વટાવ, કમિશન, દલાલીની આવકમાં ઘટાડો જોવા મળે. પગના તળિયાને લગતી તકલીફ વધે. પરિવારમાં માંગલિક કાર્યો આવે. ગુરુવારે ચણાની દાળ ખાઈને એકટાણું કરવું.

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 07:18 AM IST | Mumbai | Ashish Raval and Pradyuman Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK