Google લૉકડાઉન દરમિયાન લોકોને ઘરોમાં સેફ રહેવા પ્રત્યે જાગૃક કરવા માટે સ્ટે હોમ સ્ટે સેફ કેમ્પેન શરૂ કરી છે. આ કેમ્પેન અંતર્ગત કંપની પોતાની લોકપ્રિય ગેમ સીરીઝમાં દરરોજ એક રમતનું ડૂડલ બનાવીને રજૂ કરે છે જેથી લોકો ઘરોમાં રહે અને આ ગેમ્સની મદદથી પોતાનો કંટાળો પણ દૂર કરે. ગૂગલ ડૂડલના માધ્યમે અત્યાર સુધી કોડિંગ, ક્રિકેટ, હિપહોપ જેવી લોકપ્રિય રમતો રજૂ કરી દેવામાં આવી છે. તો આજે ગૂગલે લોકપ્રિય વીડિયો ગેમ PAC-MANનું ડૂડલ બનાવ્યું છે. આ રમત રમવામાં તમારી બાળપણની સ્મૃતિઓ પણ તાજી થઈ જશે અને આ રમત રમવામાં તમને ખૂબ જ આનંદ આવશે તેથી સમય ક્યાં પસાર થઈ જશે તમને ખ્યાલ પણ નહીં રહે.
Google Doodleમાં સોફા પર એક કાર્ટૂન બનેલું છે અને આમાં લાલ કલરના ટપકાં કરેલા છે, જેને પૂરાં કરતા દર્શાવવામાં આવ્યા છે આ જોઇને આ રમત ખૂબ જ રોચક લાગે છે. જો તમે આ રમત રમવા માગો છો તો આ માટે તમારે ગૂગલ ડૂડલ પર આપેલા પ્લે બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી તમારી સામે એક વિન્ડો ઓપન થશે અને અહીં પ્લે બટન ક્લિક કરતાં જ રમત શરૂ થઈ જશે. આ રમતનું ડૂડલ કલરફુલ રીતે બનાવવામાં આવી છે. જે બધી બાજુથી ટપકાંઓથી ઘેરાયેલું છે. આમાં કેટલાક કાર્ટૂન આપેલા છે જેમણે પોતાને બચાવતાં રસ્તામાંથી નીકળવાનું છે. રમતની ડિઝાઇન અને સાઉન્ડ પણ ખૂબ જ રસપ્રદ છે.
ઉલ્લેખનીય છે કે 2010માં PAC-MANની 30 એનિવર્સરીના અવસરે આનું ડૂડલ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ ગેમને Namco લિમિટેડ કંપની દ્વારા 1980માં ડેવલપ કરવામાં આવી હતી. માર્કેટમાં આવ્યા પછી આ રમત યૂઝર્સમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. અને હજી પણ આ રમતે પોતાની લોકપ્રિયતા જાળવી રાખી છે. આમ તો ગૂગલ પ્લે સ્ટોર પર ફ્રી ડાઉનલોડિંગ માટે ઉપલબ્ધ છે તો તમને આ રમત ખૂબ જ પસંદ આવી ગઈ હોય તો તમે આને ફોનમાં ડાઉનલોડ પણ કરી શકો છો.
ગૂગલે પ્લે સ્ટોરમાંથી એવા પર્સનલ લોન ઍપ્સ હટાવ્યા
15th January, 2021 16:23 ISTબાસ્કેટ બૉલના પ્રણેતા નેયસ્મિથને આજે ગૂગલ ડૂડલે આ કારણો સર યાદ કર્યા
15th January, 2021 11:19 ISTGoogle Doodle: 2020ના છેલ્લા દિવસે ગૂગલે બનાવ્યું આ ખાસ ડૂડલ
31st December, 2020 12:00 ISTGoogle, Gmail અને Youtube સર્વિસ કેમ થઈ ઠપ્પ, અહીં જાણો કારણ
14th December, 2020 18:22 IST