Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ભારતના લોકો 7 કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

ભારતના લોકો 7 કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

18 September, 2019 08:15 PM IST | Mumbai

ભારતના લોકો 7 કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે

ભારતના લોકો 7 કલાકથી વધુ સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે


Mumbai : દુનિયાભરમાં ઈન્ટરનેટના યુઝરની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઇન્ટરનેટની હાઈ સ્પીડ અને ડેટા પેક સસ્તા થઈ જવાથી ઈન્ટરનેટનો ઉપયોગ વધતો જાય છે. બ્રોડબેન્ડ રિવ્યુવેબસાઈટ businessfibre.co.ukએ એક રિસર્ચમાં ઇન્ટરનેટ યુઝર વિશે રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં વિવિધ દેશોમાં ઓનલાઇન કન્ટેન્ટ જોવા માટે મોબાઈલ, લેપટોપ, કમ્પયૂટર, સ્માર્ટ ટીવી સ્ક્રીન સાથે વધારે સમય વિતાવતા લોકો વિશે માહિતી આપવામાં આવી છે.


ટોપ 5માં ભારત અને અમેરિકાનો સમાવેશ નથી થતો
ભારતમાં જે રીતે ઈન્ટરનેટ અને સ્માર્ટફોનનો ઉપયોગ થઈ રહ્યો છે તેને જોઈને એમ જ લાગે કે ઇન્ટરનેટના ઉપયોગમાં ભારત ટોપ 5માં સામેલ હશે પરંતુ, એવું નથી. અમેરિકા ઈન્ટરેન્ટના ઉપયોગમાં 12મો ક્રમાંક ધરાવે છે. અમેરિકાના લોકો કોઈપણ ડિવાઇસ પર ઇન્ટરનેટનો સરેરાશ 6 કલાક અને 31 મિનિટ સુધી ઉપયોગ કરે છે. અમેરિકામાં ફિક્સડ ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 108.8 Mbps અને મોબાઈલ ઇન્ટરનેટની સ્પીડ 32Mbps છે. એક અમેરિકી સોશિયલ મીડિયા પર સરેરાશ 2 કલાક અને 4 મિનિટનો સમય વિતાવે છે.


ભારત 8મા ક્રમાંક પર
ભારતના લોકો સરેરાશ 7 કલાક અને 47 મિનિટ સ્ક્રીન પર સમય વિતાવે છે. ભારતમાં ઇન્ટરનેટ સર્ફિંગ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઇન્ટરનેટના ઉપયોગના લિસ્ટમાં ભારતનો ક્રમ 28મા સ્થાને છે પરંતુ, જે રીતે ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ સાથે મોબાઈલ ફોનની પહોંચ વધતી જાય છે તેને જોઈને એમ લાગે છે કે ટૂંક સમયમાં જ ભારત આ લિસ્ટમાં ઉપલું સ્થાન ધરાવશે


પ્રથમ ક્રમાંક પર ફીલીપાઈન્સ
ઈન્ટરનેટ પર સૌથી વધુ સમય વિતાવતા લોકોમાં ફીલીપાઈન્સ અવ્વલ નંબરે આવે છે. ફીલીપાઈન્સના લોકો 10 કલાક ઓનલાઇન રહે છે. ફીલીપાઈન્સ બાદ આ લિસ્ટમાં બ્રાઝિલ, કોલંબિયા અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે, જ્યા લોકો સરેરાશ 9 કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

જાપાનના લોકો ઈન્ટરનેટનો ઉપયોગ સૌથી ઓછો કરે છે
આ રિસર્ચમાં 41 દેશોને સામેલ કરાયા હતા, જેમાં જાપાન સૌથી છેલ્લો ક્રમાંક ધરાવે છે. જાપાનના લોકો દરરોજ 3 કલાક અને 45 મિનિટ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જોકે, જાપાનના 94% લોકો પાસે ઈન્ટરનેટ એક્સેસ છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2019 08:15 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK