મલેરિયા થવાથી હાર્ટફેલ થવાની શક્યતા 30% વધી જાય છે

Published: Sep 18, 2019, 19:20 IST | Mumbai

મલેરિયાના સંક્રમણની અવગણના ન કરવી જોઈએ તેનું વધુ કારણ તાજેતરમાં થયેલાં એક રિસર્ચે આપ્યું છે. આ રિસર્ચ મુજબ, મલેરિયા થવાથી હાર્ટફેલ થવાની શક્યતા 30% વધી જાય છે. WHOના 2018ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં મચ્છરજન્ય રોગોથી 21.9 કરોડ લોકો પ્રભાવિત થયા હતા.

Mumbai : મલેરિયાના સંક્રમણની અવગણના ન કરવી જોઈએ તેનું વધુ કારણ તાજેતરમાં થયેલાં એક રિસર્ચે આપ્યું છે. આ રિસર્ચ મુજબ, મલેરિયા થવાથી હાર્ટફેલ થવાની શક્યતા 30% વધી જાય છે. WHOના 2018ના આંકડાઓ મુજબ દુનિયાભરમાં મચ્છરજન્ય રોગોથી 21.9 કરોડ લોકો પ્રભાવિત થયા હતા. ડેન્માર્કના હાર્લેવ જેનટોફ્ટ યુનિવર્સિટીના રિસર્ચર બ્રેનિન જણાવે છે કે 'મલેરિયાના કિસ્સાઓ વધતા જાય છે. મલેરિયા સાથે હૃદયરોગ સંબંધિત સમસ્યાઓમાં પણ વૃદ્ધિ જોવા મળે છે.'


છેલ્લા 23 વર્ષથી હ્યદયરોગ અને મલેરિયા પર રિસર્ચ થઇ રહ્યું છે
હૃદયરોગ અને મલેરિયા વચ્ચે કેટલો સંબંધ રહેલો છે તેની તપાસ કરવા માટે વર્ષ 1994 થી 2017 સુધી સરેરાશ 34 વયના લોકોને સામેલ કરાયા હતા, જેમા 58% પુરુષો સામેલ હતા. આ રિસર્ચ દરમિયાન 4 હજાર મલેરિયાના કેસો સામે આવ્યા હતા. આ રિસર્ચમાં હાર્ટ ફેલના 69 કેસો જોવા મળ્યા હતા તેમજ રક્તવાહિની સંબંધિત રોગોથી કુલ 68 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, મલેરિયાથી સંક્રમિત દર્દીઓમાં 30% વાધારે હૃદય સંબંધિત રોગો થવાની શક્યતા હોય છે.મલેરિયા થવાથી માંસપેશીઓના ટિશ્યુમાં ફેરફાર થાય છે અને હૃદયની વાહિનીઓમાં અસર થાય છે. તેથી હાર્ટ ફેલ થવાની સંભાવના વધી જાય છે.

આ પણ જુઓ : નકામી વસ્તુઓમાંથી બનાવાયા ક્રિએટિવ ડિઝાઇનર ડ્રેસ, જુઓ તસવીરો

ભારતમાં 80% મલેરિયાના કેસમાં ઘટાડો થયો છે
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચઅનુસાર ભારતમાં મલેરિયાના કેસોમાં 80% ઘટાડો આવ્યો છે. વર્ષ 2002માં મલેરિયાના 23 લાખ કેસો હતા, જે વર્ષ 2018માં 90 હજાર થયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK